GSTV

મનોમંથન/ બંગાળ ભાજપને શાહ-નડ્ડા નહીં મોદી જોઈએ, મમતાની લોકપ્રિયતાનો મુકાબલો મોદી જ કરી શકશે

ભાજપે પશ્ચિમ બંગાળનો ગઢ જીતવા આ મહિનાથી આક્રમક પ્રચાર ઝુંબેશ શરૂ કરવાનો નિર્ણય લીધો છે પણ નરેન્દ્ર મોદી પ્રચાર ઝુંબેશમાં વધારે સક્રિય થવા અંગે અવઢવમાં છે. દિલ્હીમાં શુક્રવારે અમિત શાહ અને જે.પી.નડ્ડાની હાજરીમાં ત્રણ કલાક લગી મનોમંથન ચાલ્યું પણ મોદીની સક્રિયતા અંગે કોઈ નક્કર નિર્ણય ના લેવાયો.

ભાજપે અમિત શાહ અને જે.પી. નડ્ડા દર મહિને દર અઠવાડિયે વારાફરતી એક-એક રેલી કરે એવું નક્કી કર્યું છે પણ બંગાળ ભાજપે મોદીને મેદાનમાં આવવા અપીલ કરી છે. ભાજપના નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરી કે, શાહ-નડ્ડા સંગઠનને વેગવંતુ બનાવવામાં સારા છે પણ શાહ-નડ્ડાની માસ અપીલ નથી. સામાન્ય લોકોને ભાજપ તરફ વાળવા હોય તો મોદીએ મેદાનમાં આવવું પડે. મોદી જ મમતાની લોકપ્રિયતાનો મુકાબલો કરી શકે તેમ છે.

મોદી હાલમાં કોરોના રસીકરણમાં વ્યસ્ત છે. પછી બજેટ સત્ર આવશે. મોદી સરકાર માટે બજેટ અત્યંત મહત્વનું છે. આ કારણે મોદી મહિનામાં એકાદ રેલીથી વધારે સમય આપી નહીં શકે તેથી બંગાળ ભાજપના નેતા નિરાશ છે.

READ ALSO

Related posts

LIVE: કમલમમાં ભવ્ય ઉજવણી/ અભૂતપૂર્વ જીત બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે આપી પ્રથમ પ્રતિક્રિયા

pratik shah

ગુજરાતના ગ્રામિણ ક્ષેત્રમાંથી કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ, દિગ્ગજ નેતાઓના સગાસંબધીઓ ચૂંટણીમાં હાર્યા: જનતાએ આપ્યો જાકારો

pratik shah

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષના હોમટાઉન વિરમગામમાં પંજાનો સંપૂર્ણ સફાયો, એકપણ ઉમેદવાર ના જીતી શક્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!