દિલ્હીમાં મળી રહેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારણીનો આજે બીજો દિવસ છે. આગામી લોકસભા ચૂંટણીને લઈને આ બેઠકમાં ભાજપ મંથન કરી રહ્યુ છે. કાર્યકારણીના બીજા દિવસના સમાપનમાં પીએમ મોદી સંબોધન કરવાના છે. આજે બેઠકમાં આર્થિક પ્રસ્તાવ પર મંથન થવાનું છે.
કાર્યકારણીના પહેલા દિવસે ભાજપના તમામ નેતા સહિત ભાજપ સાશિત રાજ્યના મુખ્ય પ્રધાન હાજર રહ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કાર્યકારણીના પહેલા દિવસે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે જણાવ્યુ હતું કે, આપણી પાસે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે. ભાજપ લોકસભાની ચૂંટણીમાં બહુમતથી જીતશે. દેશમાં એસટી-એસસી એક્ટ અંગે ભ્રમ ફેલાવાવમાં આવી રહ્યો છે.