GSTV
Home » News » દિલ્હીમાં નીતિનભાઈના 3 દિવસના ધામા : આવતીકાલે રૂપાણી જશે, છે આ મોટું કારણ

દિલ્હીમાં નીતિનભાઈના 3 દિવસના ધામા : આવતીકાલે રૂપાણી જશે, છે આ મોટું કારણ

2019ની લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપના રાષ્ટ્રીય અધિવેશનનો શુક્રવારથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. 11 અને 12 જાન્યુઆરી એમ બે દિવસના અધિવેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ અમિત શાહ ભાજપના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે. રાષ્ટ્રીય અધિવેશનમાં ભાજપના ટોચના નેતાઓ તેમજ દેશભરના જિલ્લાના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતમાંથી પ્રધાનો, ભાજપ સંગઠનના હોદ્દેદાર સહિત પ્રમુખો અને આગેવાનો સહિત 600 જેટલા લોકો દિલ્હીની કાર્યકારીમાં ભાગ લેશે. લોકસભા ચૂંટણીની રણનીતિ ઘડવા માટે આ અધિવેશન મહત્વનું છે

લોકસભા ચૂંટણી પહેલા યોજાનારા અધિવેશનના માધ્યમથી ભાજપ દેશભરના કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપશે. ભાજપને આશા છે કે દેશભરના અંદાજે 10 હજારથી વધુ કાર્યકર્તાઓ રામલીલા મેદાનમાં ઉપસ્થિત રહેશે. ભાજપના અધિવેશનને લઇને રામલીલા મેદાનમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કાર્યકર્તાઓ માટે અહીં ભોજનની વ્યવસ્થા પણ કરાઇ છે. અધિવેશન માટે 100 ફૂટ પહોળો અને 40 ફૂટ લાંબું વિશાળ સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે.

અધિવેશનને લઇને દિલ્હી પોલીસ, તેમજ અર્ધલશ્કરી દળો તેમજ ડ્રોનની મદદથી રામલીલા મેદાનની સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. સાથે જ અસંખ્ય સીસીટીવી કેમેરાના માધ્યમથી પણ કાર્યક્રમ તેમજ આસપાસના સ્થળો પર નજર રાખવામાં આવશે. ભાજપના અધિવેશનના આયોજનને લઇને અન્ય તમામ જવાબદારીઓ રાષ્ટ્રીય અને દિલ્હી ભાજપના 30 નેતાઓને સોંપવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આજથી 3 દિવસ માટે દિલ્હીના પ્રવાસે જઈ રહ્યાં છે અને સીએમ વિજય રૂપાણી આવતીકાલે દિલ્હી જઈ રહ્યાં છે. નીતિન પટેલ આજે દિલ્હીમાં મળનારી જીએસટીની બેઠકમાં ભાગ લેશે. બાદમાં તેઓ દિલ્હીમાં જ રોકાણ કરશે. જ્યાં તેઓ 11 અને 12 જાન્યુઆરીએ ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેશે. તો સીએમ રૂપાણી દિલ્હીમાં આવતીકાલે દિલ્હી પહોંચીને ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેશે.

Related posts

મર્ડર કેસનો આરોપી ફરાર થઈ જતા સાત પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાય

Nilesh Jethva

મનપાના આસિસ્ટન્ટ કમિશનર ડેન્ગ્યુની ઝપટમાં આવતા આરોગ્ય વિભાગની પોલ ખુલી

Nilesh Jethva

અમદાવાદમાં અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચેના ગજગ્રાહમાં પ્રજાના હાલ બેહાલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!