GSTV
Home » News » તાજમહલ હિંદુ મંદિર હતું, આજે પણ જ્યાં શિવલિંગ હતું ત્યાં પાણી ટપકે છે : વિનય કટિયાર

તાજમહલ હિંદુ મંદિર હતું, આજે પણ જ્યાં શિવલિંગ હતું ત્યાં પાણી ટપકે છે : વિનય કટિયાર

યુપીથી ભાજપના ધારાસભ્ય સંગીત સોમે તાજમહલને લઈને વિવાદીત નિવેદન આપ્યા બાદ વિવાદનો વંટોળ ખતમ થવાનુ નામ લઈ રહ્યો નથી. હવે આ વિવાદમાં નવું નામ ભાજપના નેતા વિનય કટિયારનું ઉમેરાયું છે.

વિનય કટિયારે કહ્યુ છે કે મુઘલોએ દેવસ્થાનોને તોડવાના કામ કર્યા છે. તાજ મહલ હિંદુ મંદિર છે અને અહીં દેવી-દેવતાઓના તમામ ચિન્હો છે. ભાજપના નેતા વિનય કટિયારે કહ્યુ હતુ કે તાજ મહલમાં વરસાદ સમયે પાણી ટપકે છે. હકીકતમાં આ એક હિંદુ મંદિર હતું. જ્યાં પાણી ટપકે છે, ત્યાં શિવલિંગ હતું. જેથી તેના પર સીધું પાણી ટપકે.

વિનય કટિયારે ક્હ્યું કે શિવલિંગને હટાવીને અહીં મજાર બનાવવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ભાજપના ધારાસભ્ય સંગીત સોમે કહ્યુ હતુ કે ઘણાં લોકોને દુખ થયું છે કે આગ્રાના તાજમહલને ઐતિહાસિક ધરોહરોની યાદીમાંથી હટાવી દેવાયું છે.

ક્યાં ઈતિહાસની વાત કરી રહ્યા છીએ આપણે? જે વ્યક્તિએ તાજમહલ બનાવ્યો હતો, તેણે તેના પિતાને કેદ કર્યો હતો. તે હિંદુઓને ખતમ કરવા માંગતો હતો. જો આ ઈતિહાસ છે, તો આ ખૂબ જ દુખદ છે અને તેઓ ઈતિહાસ બદલી નાખશે તેમ વિનય કટિયારે કહ્યું હતું. સરધાનાના ધારાસભ્ય સંગીત સોમના નિવેદન બાદ રાજકીય વિવાદ સર્જાયો હતો.

Related posts

8 ધોરણ ભણેલો તાહિર રાજકારણમાં આવતા કરોડોમાં આળોટવા લાગ્યો, સંપત્તિનો આંકડો જોઇ દંગ રહી જશો

Bansari

વાજપેયીની સલાહ ન માનનારા અમારી અપીલને થોડી ગણકારશે, રાજધર્મ પર કોંગ્રેસના નેતાએ સરકારને ઝાટકી

Karan

મારી સાથે આતંકીઓ જેવો વ્યવહાર થઈ રહ્યો છે, આઝમ ખાન યોગી સરકાર પર ત્રાટક્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!