GSTV
Gujarat Government Advertisement

ઉઘાડી લૂંટ/ ભારતમાંથી પેટ્રોલ-ડીઝલ સપ્લાય થાય છે એ દેશમાં 50 રૂપિયા અને ભારતમાં 100, ભાજપના સાંસદે કહ્યું આ તો પ્રજાનું શોષણ

Last Updated on February 19, 2021 by Karan

પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી સામાન્ય પ્રજા ઘણી પરેશાન છે, સોશિયલ મિડિયા પર તેમનો ગુસ્સો જોવા મળી રહ્યો છે, બીજી તરફ વિરોધ પક્ષ પણ માર્ગો પર ઉતર્યા છે. આ દરમિયાન ભાજપનાં રાજ્ય સભાનાં સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલ, ડીઝલની વધતી કિંમતો અંગે પોતાની સરકારને નિશાન બનાવી છે. તેમણે શુક્રવારે ટ્વીટ કરીને કહ્યું કે આ મુદ્દા પર જનતાનો મત એક જ છે કે કિંમતોમાં વધારો શોષણ કરનારો છે. સરકારે પેટ્રોલ, ડીઝલ પરથી ટેક્સ ઘટાડવો જોઇએ. સ્વામીએ ટ્વીટ કર્યું, ‘લોકોની અવાજ ભાગ્યે જ સ્પષ્ટ અને બુલંદ હોય છે, પરંતું ક્યારેક-ક્યારેક આવું થાય છે.

પેટ્રોલ, ડીઝલના ભાવમાં સતત 11 માં દિવસે વધારો થયો

ખરેખર, પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશનાં કેટલાક શહેરોમાં પેટ્રોલનાં ભાવ સદી ફટકારી ચુક્યા છે. શુક્રવારે, સમગ્ર દેશમાં સતત 11 માં દિવસે બંને ઇંધણનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલ 31 પૈસા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 33 પૈસા પ્રતિ લીટર થયું છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે લોકોનો રોષ પણ વધી રહ્યો છે, જેની અસર સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. કોંગ્રેસ સહિત વિરોધી પક્ષો પણ પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામે રસ્તાઓ પર ઉતરવા લાગ્યા છે.

આ બાબત પણ ચર્ચાનો વિષય બની

અત્રે ઉલ્લેખનિય છે કે ભુટાનમાં પેટ્રોલ અને ડીઝલ ભારતમાંથી જ જાય છે તેમ છતા પણ ત્યાં ભારત કરતા અડધી કિંમતો જ છે અને આ બાબત પણ ચર્ચાનો વિષય બની છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ

Dhruv Brahmbhatt

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!