GSTV
India News ટોપ સ્ટોરી

અટકળો / મેં તો પહેલા જ TMC જોઈન કરી લીધી… દિલ્હીમાં મમતા બેનર્જી સાથેની મુલાકાત પછી આ BJP સાંસદે આપ્યું નિવેદન

મમતા

ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટીએમસી પ્રમુખ અને બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે મુલાકાત કરી છે. સ્વામીની ગણતરી ભાજપના અસંતુષ્ટ નેતાઓમાં થાય છે. બુધવારે બંને નેતાઓની મુલાકાત દિલ્હી સ્થિત સાઉથ એવેન્યૂમાં થઈ. બંને વચ્ચે આશરે 20થી 25 મિનિટ સુધી વાતચીત ચાલી.

મમતા

મમતા બેનર્જી સાથેની મુલાકાત બાદ સ્વામીએ ટીએમસીમાં સામેલ થવાના સવાલ પર જવાબ આપતા કહ્યું હતુ કે હું તો ઓલરેડી જોડાયેલું જ છું. હું તો દરેક સમયે તેમની સાથે જ હતો. જો કે ત્યારબાદ તેમણે કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો. સુબ્રમણ્યમ સ્વામી સાથેની મુલાકાતને લઈને અલગ અલગ અટકળો લાગી રહી છે. આ પહેલા મમતા બેનર્જીને રોમ જવાથી રોકવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે પણ સુબ્રમણ્યમ સ્વામી વાંધો ઉઠાવી ચુક્યા છે.

મમતાએ મોદી સાથે કરી મુલાકાત

તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ દિલ્હીના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી છે. પીએમ મોદી સાથેની મુલાકાત દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં મમતા બેનર્જીએ જણાવ્યું કે તેમણે રાજ્ય સાથે સંકળાયેલા ઘણા મદ્દાઓ પર વડાપ્રધાન મોદીને રજૂઆત કરી છે.

મમતા

તેમણે જણાવ્યું કે અમે બીએસએફના અધિકાર ક્ષેત્રના વધારેલા વિસ્તારના મુદ્દે પણ વાત કરી. તેમજ આ નિર્ણય પરત લેવાની પણ માંગણી કરી છે. પીએમ સાથેની મુલાકાત દરમિયાન મમતા બેનર્જીએ ત્રિપુરા હિંસાનો મુદ્દો પણ ઉઠાવ્યો.

મમતા

મમતાએ આરોપ લગાવ્યો કે ત્રિપુરામાં બિપ્લવ દેબની સરકાર સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન કરી રહી છે. બીએસએફના અધિકાર ક્ષેત્રના વિસ્તારમાં વધારો કરવાના મુદ્દે મમતાએ કહ્યું કે બીએસએફ અમારૂ દુશ્મન નથી. હું તમામ એજન્સીઓને માન આપું છું, પરંતુ કાયદાકીય વ્યવસ્થા કે જે રાજ્યનો વિષય છે તેમાં ટકરાવ થઈ રહ્યો છે. બંધારણીય માળખાને કારણ વગર છેડવું યોગ્ય નથી. આ મુદ્દે તમે ચર્ચા કરો અને બીએસએફનો કાયદો પરત લો.

Read Also

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV