GSTV
Home » News » ભાજપના કદાવર નેતાએ મોદીને આપી સલાહ, ઇન્દિરા ગાંધી પાસેથી કંઇક શીખો

ભાજપના કદાવર નેતાએ મોદીને આપી સલાહ, ઇન્દિરા ગાંધી પાસેથી કંઇક શીખો

pm modi blog

સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્માને હટાવવાના નિર્ણય સામે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની જ સરકાર સામે મોરચો ખોલ્યો છે. સ્વામીએ કહ્યુ હતુ કે ઈંદિરા ગાંધીના નિર્ણયોમાંથી શીખવાની જરૂર છે. એક અંગ્રેજી અખબારે કરેલી વાતચીતમાં સ્વામીએ પૂર્વ જસ્ટિસ પટનાયકના નિવેદનનો હવાલો આપીને કહ્યુ હતુ કે હું પટનાયકના નિવેદન સાથે 100 ટકા સંમત છું.

સીવીસીના અહેવાલનું કોઈ પણ તારણ મારુ નથી

ઉલ્લેખનીય છે કે જસ્ટિસ પટનાયકે શુક્રવારે કહ્યુ હતુ કે આલોક વર્મા સામે ભ્રષ્ટાચારનો કોઈ પૂરાવો નહતો. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન કહે તે અંતિમ શબ્દ નથી હોતો. સમગ્ર તપાસ સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની ફરિયાદ પર થઈ છે. મેં મારા રિપોર્ટમાં સ્પષ્ટપણે કહ્યુ છે કે સીવીસીના અહેવાલનું કોઈ પણ તારણ મારુ નથી. પટનાયક સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ છે અને એપેક્સ કોર્ટે તેમને સીવીસી પર નજર રાખવા માટે કહ્યુ હતુ.

હવે મોદી સરકારે આલોક વર્મા સામે તપાસ ચાલું કરાવી

સીબીઆઈના ડાયરેક્ટર પદેથી હટાવાયા બાદ નોકરીમાંથી રાજીનામુ ધરી દેનાર આલોક વર્મા પર લાગેલા 6 આરોપોની તપાસ શરુ કરવામાં આવી છે. વર્મા પર બેંકોના લોનના પૈસા ડુબાડી વિદેશ ભાગી જનારા નીરવ મોદી તથા વિજય માલ્યા ને અને એરસેલના પૂર્વ પ્રમોટર પી શિવશંકરનન સામેના લૂક આઉટ સર્ક્યુલરના ઈન્ટરનલ ઈમેઈલને લીક કરવાનો આરોપ છે.જેની તપાસ સેન્ટ્રલ વિજિલન્સ કમિશને શરુ કરી દીધી છે. સીવીસીએ આ આરોપો અંગે સરકારને જાણકારી આપી છે.સુપ્રીમ કોર્ટ સમક્ષ વર્માના તપાસ અહેવાલને ગત 12 નવેમ્બરે મુકવામાં આવ્યા બાદ ભ્રષ્ટાચાર વિરોધી ટીમ દ્વારા થયેલી ફરિયાદમાં આ આરોપો લગાવાયા હતા.

આરોપીને પકડવાની જગ્યાએ ભીનુ સંકેલવાની કોશિશ કરી હતી

આલોક વર્મા પર આરોપ છે કે નીરવ મોદી મામલામાં સીબીઆઈના આંતરિક ઈમેઈલ લીક થયા બાદ આરોપીને પકડવાની જગ્યાએ ભીનુ સંકેલવાની કોશિશ કરી હતી.તે સમયે પીએનબી બેંક ગોટાળાની તપાસ પૂરજોશમાં ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે એજન્સીએ જુન 2018માં નિરવ મોદીના કેસની તપાસ કરી રહેલા તત્કાલીન સંયુક્ત નિર્દેશક રાજીવ સિંહના રુમને બંધ કર્યો હતો અને ડેટા મેળવવા માટે કોમ્પ્યુટર નિષ્ણાતોની એક ટીમને પણ બોલાવવામાં આવી હતી. આ જ રીતે આઈડીબીઈઆઈ બેન્ક લોનના કૌભાંડમાં પણ સી શિવશંકરનન સામે લૂકઆઉટ સર્ક્યુલરને નબળો પડાવાનો પણ વર્મા પર આરોપ છે.જેનાથી શિવશંકરનને ભારત છોડવાની પરવાનગી મળી હતી.

Related posts

પોલીસનું આ તે કેવું રૂપ? ત્રણ મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પ્રાઇવેટ પાર્ટ સાથે કર્યા ચેડા, એટલો માર માર્યો કે થઇ ગયો ગર્ભપાત

Bansari

હેલમેટ કરતાં પણ મોટી મુસીબત PUCની હતી, જેનો રૂપાણી સરકાર આ રીતે લઈ આવી ઉકેલ

Mayur

ગુજરાતના વાહનચાલકો માટે સરકારે આપ્યા ખુશીના સમાચાર, હવે આ તારીખ સુધી દંડ નહીં

Mayur
Do NOT follow this link or you will be banned from the site!