GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ફરી વિવાદનો મધપૂડો છેડ્યો, ગોડસેને ગણાવ્યા દેશભક્ત

Pragya Thakur maun vrat

ભોપાલથી લોકસભાના સાસંદ પ્રજ્ઞા ઠાકુર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે સાંસદે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. જો કે આ વખતે પ્રજ્ઞા ઠાકુરે સંસદ ભવનમાં વિવાદિત નિવેદન કરતા ફરી એક વખત તેઓએ નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યો છે. સાધ્વીના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે નિંદા થઈ રહી છે.

તો વિપક્ષના અનેક દિગ્ગજ નેતાઓએ તેમના આપત્તિજનક નિવેદન પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સાધ્વી પ્રજ્ઞાનું નામ લીધા વગર ટ્વીટ કરી ભાજપ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટમાં લખ્યું છે કે દેશના સંસદમાં ઊભા રહીને ભાજપના એક સાંસદે ગોડસેને દેશભક્ત ગણાવ્યા, હવે વડાપ્રધાન જી કે જેઓએ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ધામધૂમથી મનાવ્યો છે તેઓ જણાવી દિલથી જણાવી દે કે ગોડસે અંગે તેમના શું વિચાર છે.

પ્રિયંકા પોતાના ટ્વીટમાં છેલ્લે મહાત્મા ગાંધી અમર રહે પણ લખ્યું છે. ત્યારે ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે પ્રજ્ઞા ઠાકુર પર કાર્યવાહી થઈ શકે છે. નિવેદનને લઈને હોબાળો વધતા અંતે પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે તેઓ ક્રાંતિકારી ઉધમ સિંહ અંગે વાત કરી રહ્યાં હતા.

READ ALSO

Related posts

GCMMF આ બ્રાન્ડ સાથે ખાદ્ય તેલ બજારમાં કરશે એન્ટ્રી, અન્ય તેલ કંપનીઓમાં મચ્યો ખળભળાટ

Nilesh Jethva

રાજીવ ગાંધી ફાઉન્ડેશન : ચીન નહીં દેશની ટોપની તમામ કંપનીઓએ આપ્યું છે ડોનેશન

Mansi Patel

વૈશ્વિક અર્થતંત્રમાં 2020માં 5.2 ટકાનો ઘટાડો થશે, બીજા વિશ્વયુદ્ધ બાદ સૌથી ખરાબ સ્થિતિ આવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!