GSTV

ગોડસેના નિવેદન બાદ વિવાદ વધતા પ્રજ્ઞા ઠાકુરના તેવર પડ્યા ઢીલા, અંતે માગી માફી

નાથૂરામ ગોડસેના નિવેદન અંગે વિવાદમાં આવ્યા બાદ ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે અંતે માફી માગી છે. લોકસભામાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગૃહમાં ખેદ વ્યક્ત કર્યો અને કોઈને ઠેસ પહોંચી તો માફી માગુ છું તેમ કહ્યું. સાથે જ પ્રજ્ઞા ઠાકુર રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું હતું. સાંસદે કહ્યું મારા વિરૂદ્ધ કોઈ પુરાવા ન હોવા છતા ગૃહના એક સભ્યએ મને આતંકી ગણાવી મને અપમાનિત કરાઈ છે તેવા આક્ષેપ કર્યા.

તેમજ પોતાના નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયું છે અને તેઓ ગાંધીજીના યોગદાનના સન્માન કરે છે તેવી સ્પષ્ટતા આપી હતી. સ્થગિત થયા બાદ લોકસભાની કાર્યવાહી બપોરે 2-30 વાગ્યે ફરી શરૂ થઈ હતી. અને ભાજપના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરે ફરી માફી માગી હતી.

Pragya Thakur maun vrat

પ્રજ્ઞાસિંહે ગૃહમાં બીજી વખત માફી માગતા કહ્યું કે એસપીજીની ચર્ચા દરમિયાન નાથૂરામ ગોડસેને દેશભક્ત કહ્યાં ન હતા, તેમનું નામ પણ લીધું ન હતું. તેમ છતાં જો કોઈને આ વાતથી ઠેસ પહોંચી હોય તો હું ખેદ વ્યક્ત કરી ક્ષમા માગુ છું.

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, સાંસદ

  • નાથૂરામ ગોડસેના નિવેદન અંગે સાંસદ પ્રજ્ઞા ઠાકુરે માફી માગી
  • લોકસભામાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે પોતાના નિવેદન અંગે ખેદ વ્યક્ત ક્યારે
  • કોઈને ઠેસ પહાંચી હોય તો માફી માગુ છું
  • રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમના પર સાધ્યું નિશાન
  • મારા વિરૂદ્ધ કોઈ પુરાવા ન હોવા છતા ગૃહના એક સભ્યએ મને આતંકી ગણાવ્યો
  • આવા નિવેદનથી મને અપમાનિત કરાઈ
  • મારું નિવેદન તોડી મરોડીને રજૂ કરાયુ
  • ગાંધીજીના યોગદાનનું હું પણ સન્માન કરું છું

READ ALSO

Related posts

આવનાર જોખમોને લઈને AIIMSના ડાયરેક્ટરે આપી ચેતવણી, શિયાળામાં વધી શકે છે કોરોનાની ઝડપ

pratik shah

IPL 2020/ મનીષ પાંડેની ધમાકેદાર ઈનિંગ્સે હૈદરાબાદને પહોંચાડ્યું નં. 5 પર, RRને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

OMG: બસ ચોરી થવાની વાત સાંભળી હશે, પણ અહીં તો આખેઆખુ બસ સ્ટોપ જ ચોરી થઈ ગયું, જાણકારી આપનારને મળશે ઈનામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!