GSTV

ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે માગી લીધી માફી પણ રાહુલ ગાંધીએ કર્યો માફીનો સ્પષ્ટ ઇનકાર

Last Updated on November 29, 2019 by Mayur

નાથૂરામ ગોડસેના નિવેદન અંગે વિવાદમાં આવ્યા બાદ ભાજપના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે અંતે માફી માગી છે. લોકસભામાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ગૃહમાં ખેદ વ્યક્ત કર્યો અને કોઈને ઠેસ પહોંચી તો માફી માગુ છું તેમ કહ્યું. સાથે જ પ્રજ્ઞા ઠાકુર રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું હતું. સાંસદે કહ્યું મારા વિરૂદ્ધ કોઈ પુરાવા ન હોવા છતા ગૃહના એક સભ્યએ મને આતંકી ગણાવી મને અપમાનિત કરાઈ છે તેવા આક્ષેપ કર્યા. તેમજ પોતાના નિવેદનને તોડી મરોડીને રજૂ કરાયું છે અને તેઓ ગાંધીજીના યોગદાનના સન્માન કરે છે તેવી સ્પષ્ટતા આપી હતી.

રાહુલ પોતાના નિવેદન પર અડગ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યુ છે કે તેઓ સાધ્વી પ્રજ્ઞા પર કરેલા નિવેદનને પરત નહીં ખેંચે. રાહુલે વધુમાં કહ્યું કે તેને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે અને પોતાના નિવેદન પર કાયમ રહેશે. સાથે જ માફી નહીં માગવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના ગોડસે અંગેના નિવેદન બાદ રાહુલ ગાંધીએ આતંકી સાધ્વી પ્રજ્ઞાએ આતંકી ગોડસેને દેશભક્ત ગણાવ્યા તેવા નિવેદનો આપ્યા હતા.

READ ALSO

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

Health / સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે Green Tea, આનું સેવન કરવાનો સૌથી ઉત્તમ સમય અને શ્રેષ્ઠ રીત જાણો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!