અભિનેતા અને સાંસદ પરેશ રાવલે આજે છોટાઉદેપુર જિલ્લામા ત્રણ સભાઓ યોજી હતી. પાવી જેતપુર ખાતે યોજાયેલી સભામાં પરેશ રાવલે વિવાદાસ્પદ ઉચ્ચારણ કર્યુ હતું.
પાવી જેતપુરના કલારાણી ખાતેની પ્રથમ સભામાં જ પરેશ રાવલ ચાર કલાક મોડા આવતાં લોકોને વરસાદમાં ભારે હેરાન થવાનો વારો આવ્યો હતો. પરેશ રાવલે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર આકરા વાક્પ્રહાર કર્યા હતા. પરેશ રાવલે વિવાદાસ્પદ ઉચ્ચારણો કરતાં કહ્યું કે, મટન ખાવાથી ઉર્દુ ન આવડે તેમ જનોઈ પહેરવાથી બ્રાહ્મણ ન થવાય.