ભાજપે લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ભાજપમાં હાલના સાંસદ નારણ કાછડીયાને રિપિટ કરાયા છે. છેલ્લી બે ટર્મ નારણ કાછડીયા અમરેલીથી ચૂંટાઈને આવે છે. ત્યારે કાછડિયાને રિપીટ કરાતા કાર્યકરો અભિનંદન આપવા પહોંચ્યા હતા.
મોટી સંખ્યામાં કાર્યકરોએ કાછડિયાના નિવાસ્થાને જમાવડો કર્યો હતો. આ સાથે ભાજપના કાર્યકરોએ આતશબાજી કરી ઉજવણી કરી હતી. તો કાછડીયાને રિપિટ કરતા સાંસદ કાછડીયાના પરિવારમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકરોએ કાછડિયાને ફૂલહાર પહેરાવી અને આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી.
READ ALSO
- ગરમીથી બચવાનો આ પ્રકારનો જુગાડ નહીં જોયો હોય તમે! વીડિયો જોતા જ લોટપોટ થઈ જશો
- અમેરિકી કોંગ્રેસના સભ્યએ આપ્યું મહત્વનું નિવેદન / કહ્યું ભારત-અમેરિકાના સંબંધ વિશ્વની સુરક્ષા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ
- Train Accident: એક પછી એક 3 ટ્રેનો અથડાઈ, જાણો કેવી રીતે સર્જાયો આ અકસ્માત
- જૂનાગઢ / ગાયત્રી પ્રાથમિક શાળા અચાનક બંધ કરાતા વાલીઓમાં રોષ, RTE હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
- અયોધ્યામાં ભગવાન રામની નવી મૂર્તિના અભિષેક માટે વડાપ્રધાન મોદીને આમંત્રિત કરવામાં આવશે : ટ્રસ્ટ