GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ભાજપ સાંસદે કહ્યું- ભગવાન રામને ઠંડી લાગે છે આવાસ યોજના હેઠળ ઘર આપો

રામ મંદિર

અયોધ્યામાં રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણને લઈને સાધુ-સંતો સતત કેન્દ્રની મોદી સરકાર અને યુપીની યોગી સરકાર પર દબાણ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. આ ઘટનાક્રમો વચ્ચે યુપીની ધોસી લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ હરિનારાયણ રાજભરે કહ્યું છે કે મોદી સરકારની મનસા છે કે દેશમાં કોઈપણ છત વગર રહે નહીં. પ્રભુ રામ તિરપાલમાં છે. તિરપાલમાં ભગવાન રામને ઠંડી લાગે છે. તેવામાં ભગવાન રામને પણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર મળવુ જોઈએ.

હરિનારાયણ રાજભરે કહ્યુ છે કે તેમણે ભાજપના સંસદીય બોર્ડની બેઠકમાં રામમંદિર નિર્માણનો મુદ્દો ઉઠાવ્યો હતો. બેઠકમાં તેમણે સવાલ કર્યો હતો કે રામમંદિર નિર્માણ ક્યાં સુધીમાં થશે? તેમને કોઈ જવાબ મળ્યો ન હતો. ગૃહ પ્રધાને પણ યોગ્ય જવાબ આપ્યો નથી. ભાજપના સાંસદ હરિનારાયણ રાજભરે કહ્યું છે કે પીએમ આવાસ હેઠલ જ્યારે સરકાર સૌને છત આપી રહી છે, તો રામલલાને છત શા માટે મળી રહી નથી? તેઓ ચાહે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભગવાન રામને પણ આવાસ ઉફલબ્ધ કરાવવામાં આવે, જેથી તેઓ તિરપાલમાં રહેવા માટે મજબૂર રહે નહીં.

તેમણે કહ્યુ છે કે આના સંદર્ભે તેમણે ફૈઝાબાદના જિલ્લાધિકારીઓને પણ પત્ર લખીને ભગવાનને પીએમ આવાસ હેઠળ ઘર ઉપલબ્ધ કરાવવાની માગણી કરી છે. હરિનારાયણ રાજભરે કહ્યુ છે કે લોકોની આસ્થાનો નિર્ણય સરકાર અથવા સુપ્રીમ કોર્ટ કરી શકે નહીં. રામમંદિર દેશના એકસો કરોડ હિંદુઓની આસ્થાનો મામલો છે. એટલું જ નહીં ભાજપના સાંસદે એમ પણ કહ્યુ છે કે 1992માં બાબરી મસ્જિદને ધ્વસ્ત કરવા માટે જેવી રીતે કારસેવા થઈ હતી. તેવી રીતે જ રામમંદિર નિર્માણ માટે પણ કારસેવા કરવી જોઈએ.

Read Also

Related posts

અમદાવાદના આ યુવકને PUBG ગેમ રમવી પડી ભારે, ખાતામાંથી કપાઈ ગયા આટલા હજાર રૂપિયા

Nilesh Jethva

બાહુબલી અતીક અહમદના ભાઈની કરી પોલીસે ધરપકડ, 1 લાખ રૂપિયાનું હતું ઈનામ

Mansi Patel

કોરોનાનો કહેર : અમદાવાદના આ 26 વિસ્તારને કરાયા માઈકો કન્ટેન્મેન્ટ જાહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!