GSTV
India News ટોપ સ્ટોરી

PM મોદીએ ફરીથી ચોંકાવ્યા, BJPના આ સાંસદ બનશે લોકસભાના નવા સ્પીકર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીથી સૌકોઇને ચોંકાવી દીધા છે. રાજસ્થાનના કોટાથી બીજેપી સાંસદ ઓમ બિરલા લોકસભાના નવા સ્પીકર બનશે. લોકસભા અધ્યક્ષના નામ ઘોષિત કરવાની સાથે જ પીએમ મોદીએ ફરી એકવાર પોતાના નિર્ણયથી સૌકોઇને ચોંકાવી દીધા છે.

ઓમ બિરલાની પત્ની અમિતા બિરલાએ જણાવ્યું કે આ અમારા માટે ગર્વની અને ખુશીની પળ છે. ઓમ બિરલાને પસંદ કરવા માટે કેબિનેટના આભારી છીએ.

લોકસભા અધ્યક્ષની ચૂંટણી આજે યોજાશે. પરિણામે લોકસભા સ્પીકરના પદને લઇને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. બીજેપી તરફથી જીતીને આવેલા વરિષ્ઠ નેતાઓના નામ પર મંથન ચાલી રહ્યું હતું.

લોકસભા અધ્યક્ષ બનવાની રેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી, રાધામોહન સિંહ, રમાપતિ રામ ત્રિપાઠી, એસએસ આહલુવાલિયા અને ડૉ.વીરેન્દ્ર કુમાર જેવા અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ હતા. મોદી સરકારના 2.0માં લોકસભા અધ્યક્ષ પદ પર કોણ વિરાજમાન થશે તેનો નિર્ણય હવે થઇ ચુક્યો છે.

રાજસ્થાનના કોટાથી બીજેપી સાંસદ ઓમ બિરલા લોકસભાના નવા સ્પીકર હશે. ઓમ બિરલા આજે પણ પોતાનું નામાંકન દાખલ કરશે જે બૈદ બુધવારે સદનમાં તેના પર મતદાન થશે. કારણ કે NDA પાસે લોકસભામાં બહુમત છે. તેવામા ઓમ બિરલા જ લોકસભા સ્પીકર બનશે તેમ નિશ્વિત માનવામાં આવી રહ્યું છે.

Read Also

Related posts

ગેહલોતે સચિન પાયલટને ગદ્દાર કહ્યા બાદ બંને નેતાઓ પ્રથમ વખત આમને-સામને, કેસી વેણુગોપાલ રાજકીય ખેંચતાણ અંગે ચર્ચા કરી શકે

HARSHAD PATEL

રવિન્દ્ર જાડેજાના પરિવારનો આંતરિક કલેહ ચરમસીમાએ, રવિન્દ્રના પિતા પણ ખુલીને સામે આવતા રાજકીય ગરમાવો

pratikshah

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL
GSTV