GSTV
Home » News » ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફૂલે પોતાની જ પાર્ટીના નેતાઓ અને પ્રધાનો પર વરસ્યા

ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફૂલે પોતાની જ પાર્ટીના નેતાઓ અને પ્રધાનો પર વરસ્યા

યુપીની બહરાઈચ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફુલે દ્વારા એસસી-એસટી એક્ટ વિરુદ્ધ થઈ રહેલા સવર્ણોના દેખાવોને લઈને સવાલ ઉઠાવ્યો છે. ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફૂલે પોતાની જ પાર્ટીના નેતાઓ અને પ્રધાનો પર વરસ્યા છે. તેમણે કહ્યુ છે કે બંધારણ લાગુ કરો નહીંતર ખુરશી ખાલી કરો. ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફૂલેએ કહ્યુંછે કે તેઓ બંધારણની જોગવાઈઓ હેઠળ સાંસદ છે. બંધારણ સુરક્ષિત રહેશે. તો તેમને ફરીથી સાંસદ બનવાથી કોઈ રોકી શકશે નહીં. તેઓ પાર્ટી અને લોકસભામાં સમાનપણે વાત રજૂ કરે છે. ત્યારબાદ પણ આવી વાતને અવગણવામાં આવે છે.

બંધારણ સુરક્ષિત રહે અને અનામત યથાવત રહે. ફૂલેએ કહ્યું છે કે જ્યાં સુધી દેશભરમાં સંપૂર્ણપણે બંધારણ લાગુ નહીં થાય. ત્યાં સુધી તેઓ પોતાની વાત ઉઠાવતા રહેશે. તેઓ પોતાની વાત માટે પોતાની મુહિમ ચાલુ રાખશે. તેમણે કહ્યું છે કે અમારી સરકાર બંધારણ લાગુ કરી રહી નથી.

સાવિત્રીબાઈ ફુલેએ કેન્દ્રીય પ્રધાન અનંત કુમાર હેગડેના બંધારણ અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના અનામત સંદર્ભેના નિવેદનોના બહાને પોતાની પાર્ટી ભાજપને આરોપીના પાંજરામાં ઉભી કરી દીધી છે. એક ન્યૂઝચેનલ સાથેની વાતચીતમાં ભાજપના સાંસદ સાવિત્રીબાઈ ફૂલેએ કહ્યું છે કે સવર્ણ સમાજ એસસી-એસટી એક્ટને લઈને ષડયંત્રને કારણે સડક પર ઉતરી રહ્યો છે.

આ એક્ટ પર સુપ્રીમ કોર્ટના સંશોધનને ઉલાટાવતા કેન્દ્રની તેમના પક્ષની સરકારે લોકસભામાં બિલ પારીત કરાવીને તેની જૂની સ્થિતિ બહાલ કરી છે. પરતું તેને નવમી અનુસૂચિમાં નાખ્યું નથી. તેને નવમી અનુસૂચિમાં નાખવું જોઈતું હતું. તેમની રણનીતિ એ હતી કે બહુજન સમાજને ખુશ પણ કરી દો અને કોર્ટ જવાનો રસ્તો પણ છોડી દો. જે લોકોએ આવો કારસો કર્યો છે. તેમણે જ કેટલાક લોકોને સડક પર ઉતારી દીધા કે તમે લોકો જઈને હલ્લાબોલ અને વિરોધ કરો. તેમને લાગે છે કે ક્યાંકને ક્યાંક બહુજન સમાજ ષડયંત્રનો શિકાર થઈ રહ્યો છે.

 

Related posts

નવી બાઇક લેતા પહેલા હેલ્મેટ ખરીદવું ફરજીયાત, આ રાજ્યએ બહાર પાડ્યો નવો નિયમ

Riyaz Parmar

જેપી નડ્ડા 16 વર્ષની વયે રાજનીતિમાં પ્રવેશ્યા, વિદ્યાર્થી સંઘનાં નેતાથી લઇ ભાજપ કાર્યકારી પ્રમુખ સુધીની સફર…

Riyaz Parmar

સંસદના પ્રથમ દિવસે જ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર આવ્યા વિવાદમાં, વિપક્ષે કર્યો વિરોધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!