GSTV

BSNLના કર્મચારીઓને ભાજપના સાંસદે કહી દીધા ગદ્દાર, કહ્યું 80 હજારની નોકરી જશે ત્યારે ખબર પડશે

પોતાના નિવેદનોના કારણે અવાર નવાર સમાચારોમાં આવી રહેલા ભાજપના સાંસદ અનંત કુમાર હેગડે ફી વિવાદમાં આવ્યાં છે. ભારત સંચાર નિગમ લિમીટેડના કર્મચારીઓે ગદ્દાર કહ્યાં છે. તેણે કહ્યું કે, ખાનગી કંપનીના કર્મચારી નામી કંપનીને આગળ લઈ જવાનું કામ નથી કરવા માંગતાં. તેણે કહ્યું કે, ખાનગીકરણ બાદ બિએસએનએલના 88હજાર કર્મચારીઓને હાંકી કઢાંશે.

BSNL દેશ ઉપર દાઘ છે

હેગડેનું આ નિવેદન 10ઓગષ્ટના રોજ ઉત્તર કન્નડા સંસદીય ક્ષેત્ર સ્થિત કુમતામાં આયોજીત એક કાર્યક્રમમાં આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, BSNL દેશ ઉપર દાઘ છે. કારણે પૈસા, બજાર અને પાયાની સુવિધા આપ્યાં બાદ પણ ટેલિકોમ કંપનીના કર્મચારીઓ કામ કરવાની ના પાડી રહ્યાં છે. તેણે વધુમાં જણાવ્યું કે, 88000થી વધારે કર્મચારીઓને કાઢી મુકાશે. કારણ કે, સરકાર બીએસએનએલનું ખાનગીકરણ કરશે.

વિવાદ સાથે જૂનો સંબંધ

હેગડે અને વિવાદો વચ્ચે બહુ જુનો સંબંધ છે. તાજેતરમાં જ તેણે મહાત્મા ગાંધીને લઈને પણ એક વિવાદીત નિવેદન કર્યું હતું. તેણે મહાત્મા ગાંધીને સ્વતંત્રતા સંગ્રામ આંદોલનનું નાટક ગણાવ્યું હતું. તે સિવાય 2018માં પણ સંવિધાન સંશોધન કરીને ધર્મનિરપેક્ષ શબ્દને હટાવવાની વાત પણ કરી હતી. જો કે આ મુદ્દે તેણે માફી માંગી લીધી હતી અને કહ્યું હતું કે, તેના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું.

Related posts

HIVથી બચી ઇતિહાસ સર્જનારને આ રોગ ભરખી ગયો, 54 વર્ષે જ થઈ ગયું મોત

pratik shah

કોને ફરિયાદ કરવી/ મહિલા પોલીસ મથકના કોન્સ્ટેબલે કરી ફરિયાદ કે ઈન્ચાર્જ અયોગ્યપણે ગમે ત્યાં કરે છે અડપલાં

Bansari

સિલ્વર લેક, કેકેઆર પછી વધુ એક કંપની કરશે રિલાયન્સ રિટેલમાં રોકાણ, 3675 કરોડમાં ખરીદશે 0.84 % હિસ્સો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!