GSTV

સી.આર.પાટીલના નિવાસસ્થાને ધારાસભ્યોની સતત અવરજવર, રૂપાણી સરકારના એક પણ મંત્રીની હાજરી નહીં

C-r-patil-home

Last Updated on September 15, 2021 by Bansari

આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના નવા પ્રધાન મંડળની શપથવિધિ આયોજિત થવા જઇ રહી છે. ત્યારે સવારથી જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના નિવાસ સ્થાને ભારે ચહલપહલ જોવા મળી રહી છે. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અને જામનગર ઉત્તર બેઠકથી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા-હકુભા પણ સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યાં હતાં.

c.r.-patil

પાટીલના બંગલે રૂપાણી સરકારના એક પણ મંત્રીની હાજરી નથી જોવા મળી રહી

મહત્વનું છે કે, આજ વહેલી સવારથી જ મુખ્યમંત્રીના બંગલાની નજીક આવેલા ભાજપ-પ્રમુખ સી.આર.પાટીલના બંગલે ધારાસભ્યોની અવરજવર વધી ગઈ છે. એમાંય ખાસ કરીને કેટલાંક ચોક્કસ ધારાસભ્યોને ફોન કરીને પાટીલના બંગલે મળવા બોલાવ્યાં હોવાનું સામે આવ્યું છે. પાટીલના બંગલે જામેલા મેળાવડામાં રૂપાણી સરકારના એક પણ મંત્રીની હાજરી નથી જોવા મળી રહી. એના બદલે નવા ધારાસભ્યો પાટીલને મળી હસતા મોઢે બહાર નીકળતા જોવા મળી રહ્યાં છે. મહત્વનું છે કે, આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાવા જઇ રહી છે ત્યારે નવા મંત્રીઓનાં નામોનું આખરીકરણ પાટીલના બંગલે થઈ રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Harsh Sanghvi

જાણો સી.આર પાટીલના બંગલે કયા ધારાસભ્યો પહોંચ્યાં

વહેલી સવારથી જ પાટીલના નિવાસસ્થાને થઈ રહેલી ચહલપહલમાં હર્ષ સંઘવી, મનીષા વકીલ, મનીષા સુથાર, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ પહોંચ્યાં હતાં. ગોવિંદ પટેલ પાટીલને મળીને થોડીક જ ક્ષણોમાં બહાર નીકળી ગયા હતાં જ્યારે ભાજપના યુવા ધારાસભ્ય હર્ષ સંઘવી સહિતના ધારાસભ્યો હજુ પણ પાટીલના બંગલામાંથી બહાર નથી આવ્યાં. જેથી હવે જોવાનું એ રહ્યું કે શું સી.આર પાટીલના ઘરે પહોંચેલા ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન અપાશે કે કેમ એ ચર્ચાએ જોર પકડ્યું છે.

READ ALSO :

Related posts

UNSCમાં પીએમ મોદીનું સંબોધન/ ભારતનો વિકાસ થાય છે ત્યારે દુનિયા બદલાય છે, નામ લીધા વગર પાકિસ્તાન પર કર્યો પ્રહાર

Pritesh Mehta

લદાખ પણ અમારું અને કાશ્મીર પણ અમારું : ઈમરાનખાનને જડબાતોડ જવાબ આપનાર સ્નેહા દુબે આખરે કોણ છે? ઈન્ટરનેટમાં સતત સર્ચ થઈ રહ્યું છે આ નામ

Zainul Ansari

પંજાબ કેબિનેટનું આવતીકાલે વિસ્તરણ: મુખ્યમંત્રી ચરણજીતસિંહ માટે નવી ટીમ તૈયાર, કેપ્ટન અમરિંદરની ટીમના 5 મંત્રીઓને કરશે ઘરભેગા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!