GSTV
Home » News » કેતન ઈનામદાર બાદ ભાજપના આ બે ધારાસભ્યોએ માંડ્યો મોરચો, સીએમને પત્ર લખતા રાજકારણ ગરમાયું

કેતન ઈનામદાર બાદ ભાજપના આ બે ધારાસભ્યોએ માંડ્યો મોરચો, સીએમને પત્ર લખતા રાજકારણ ગરમાયું

ભરૂચના બે ભાજપી ધારાસભ્યોએ પણ હવે સરકારી અધિકારીઓ સામે મોરચો માંડ્યો છે. જીએનએફસીના એમ.ડી. વિરુદ્ધ સીએમ રૂપાણીને બન્ને ધારાસભ્યોએ પત્ર લખી રજુઆત કરી છે. જીએનએફસી કૌભાંડની શક્યતા દર્શાવી ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે સીએમને લેખિતમાં રજુઆત કરી છે. સાથે જ ભોપાલકાંડ જેવી દુર્ઘટના સર્જાઈ શકે છે તેવી પણ આશંકા વ્યક્ત કરી છે.

હવે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ સરકાર સામે મોરચો ખોલ્યો છે. બંને ધારાસભ્યોએ જીએનએફસીના વહીવટ સામે સીએમ વિજય રૂપાણીને પત્ર લખતા ફરી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જો કે બંને ધારાસભ્યો એ સરકાર કે પક્ષ સામે નારાજગી ન હોવાનો દાવો કર્યો છે. દુષ્યંત પટેલ અને અરૂણસિંહ રાણાએ જીએનએફસીમાં મોટું કૌભાંડ થયું હોવાની આશંકા સેવી છે. તેમજ જીએનએફસીનો માકેટ કેપ 75 ટકા ઘટ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. અરૂણસિંહે જીએનએફસીના એમડી સરમુખત્યારશીહીની જેમ વર્તતા હોવાનો આક્ષેપ કર્યો છે. દહેજ ના ટીડીઆઈ પ્લાન્ટમાં સંગ્રહ કરવામાં આવેલ જોખમી કેમિકલ ફોસજોનથી ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે તેવી આશંકા પણ વ્યક્ત કરી..

ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ જીએનએફસીના નીમ પ્રોજેક્ટની નિષ્ફળતા પાછળ અણધડ વહીવટ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો. સાથે સ્થાનિકોને રોજગારી સહીતના પ્રશ્નો અંગે સીએમ રૂપાણીને રજૂઆત કરી. ભરૂચના બંને ધારાસભ્યોએ આ મુદ્દે છેલ્લા બે ત્રણ મહિનાથી રજૂઆત કરી રહ્યા છે. છતાંય કોઈ કાર્યવાહી ન થતા હવે સીએમને પત્ર લખી રજૂઆત કરી છે. જોકે તેમણે સરકાર કે પક્ષ સામે નારાજગી ન હોવાનો પણ દાવો કર્યો છે. પરંતુ આ ધારાસભ્યોની સીએમને પત્ર લખવાની રજૂઆતથી અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

READ ALSO

Related posts

અમેરિકા જેવું ફિલ કરવું હોય તો અમદાવાદનો આંટો મારી આવો, આ સ્કીમ થોડા દિવસો માટે જ છે

Nilesh Jethva

સમિતિ મેમ્બરને એટલી ખબર છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કરવાનું છે બાકી ખર્ચો કોણે કર્યો અને કોણ કરશે તે તો ભગવાન જાણે

Nilesh Jethva

વર્ષ ૨૦૦૮થી ગુજરાતીઓ અમેરિકા પાસે કરી રહ્યા છે આ માગ, શું ડોનાલ્ડ ટ્રમ્પ આપશે ભેટ ?

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!