GSTV

ગુજરાતના 9 મંત્રી અને 30થી વધુ BJP MLAના 3થી લઇને 7 સંતાનો! વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવા સરકાર તલપાપડ

Last Updated on July 26, 2021 by Dhruv Brahmbhatt

ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ વસ્તી નિયંત્રણ લાગુ કરવા તૈયારીઓ આદરી છે. ગુજરાત સરકાર પણ આ જ મુદ્દે વિચારી રહી છે તેવુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ કહી ચૂક્યાં છે.

Population

પંચાયત જેવો કાયદો અમલી બને તો 46 ધારાસભ્યોને ઘેર બેસવું પડે

જો કે, આગામી વિધાનસભાની ચૂંટણીઓને પગલે ગુજરાતમાં વસતી નિયંત્રણ કાયદો લાગુ કરવા ભાજપ સરકાર તલપાપડ બની છે પણ ગુજરાત સરકારના જ નવેક મંત્રી અને 30થી વધુ ભાજપના જ ધારાસભ્ય ત્રણથી માંડીને સાત સંતાનો ધરાવે છે. જો કાયદો અમલમાં આવે તો કેટલાંય મંત્રી-ધારાસભ્યોની રાજકીય કારકિર્દીમાં અવરોધ સર્જાઇ શકે છે.

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે વસ્તી નિયંત્રણ કાયદો લાવવા એલાન કર્યુ છે.એટલું જ નહીં, બેથી સંતાનો હશે તો તે વ્યક્તિને સરકારી યોજના સહિત વિવિધ યોજનાનો લાભ મળશે નહીં.

population

વસતી નિયંત્રણ કાયદાને લઇને અન્ય રાજ્યો શું કામગીરી કરી રહ્યાં છે તેનો ગુજરાત સરકાર અભ્યાસ કરશે

આ ઉપરાંત ચૂંટણી પણ લડી શકશે નહીં. ઉત્તર પ્રદેશમાં આવી જોગવાઇઓ વસતી નિયંત્રણ કાયદામાં  લાવવા તૈયારીઓ થઇ રહી છે. આ બાજુ,ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એ વાતનો એકરાર કરી ચૂક્યાં છે કે, વસતી નિયંત્રણ કાયદાને લઇને અન્ય રાજ્યો શું કામગીરી કરી રહ્યાં છે તેનો ગુજરાત સરકાર અભ્યાસ કરશે ત્યાર બાદ ગુજરાતમાં ય જરૂર પડે વસતી નિયંત્રણ કાયદો લાવવામાં આવશે.

ગુજરાતમાં અત્યારે સ્થાનિક પંચાયતોમાં બેથી વધુ સંતાનો હોય તો ચૂંટણી લડી શકે તેવી જોગવાઇ છે જ. જો ગુજરાતમાં વસતી નિયંત્રણ કાયદો લાગુ પડે અને પંચાયત જેવો કાયદો વિધાનસભાની ચૂંટણીમાં ય અમલી બને તો ગુજરાતમાં ભાજપના  46 ધારાસભ્યો કે જેઓ બેથી વધુ સંતાનો ધરાવે છે તેમને ઘેર બેસવાનો વારો આવી શકે તેમ છે. 

આજે ગુજરાતના નવ મંત્રી ઉપરાંત 30થી વધુ ધારાસભ્યો ત્રણથી માંડીને સાત સંતાનો ધરાવે છે.ચૂંટણી લડી શકે નહી તે જોગવાઇ ભાજપના નેતાઓને  પોષાય તેંમ નથી. આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપ માટે બોલવુ સહેલુ ચે પણ અમલ કરવો મુશ્કેલ છે.

bhupendrasinh chudasama

2થી વધુ સંતાનો ધરાવતા મંત્રી-ધારાસભ્ય

વાસણ આહિર, દિલિપ ઠાકોર, કોશિક પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પરષોત્તમ સોલંકી, બચુ ખાબડ, ઇશ્વરસિંહ પટેલ, કિશોર કાનાણી, શંભુજી ઠાકોર, પુરષોતમ સાબરિયા, ભીખા બારૈયા, ગોવિંદ પરમાર, ગોવિંદ પટેલ, જેઠા ભરવાડ, સુમનબેન ચૈાહાણ, અજમલજી ઠાકોર, કિર્તીસિંહ વાઘેલા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!