GSTV
Home » News » અડધી પીચે રમતા રૂપાણીને બ્યૂરોક્રસી કરી રહી છે સ્ટંમ્પઆઉટ, ભાજપની આબરૂના લીરેલીરા

અડધી પીચે રમતા રૂપાણીને બ્યૂરોક્રસી કરી રહી છે સ્ટંમ્પઆઉટ, ભાજપની આબરૂના લીરેલીરા

ગુજરાત ભાજપ અત્યારે બધુ ઠીક નથી તેવી સ્થિતિ જોવા મળી છે.ગુજરાતમાં ભાજપના પચ્ચીસ વર્ષના શાસન બાદ ધારાસભ્યો જાણે કે વર્ષોથી દબાયેલા હતા અને હવે ભડાસ કાઢી રહ્યા હોય એવી સ્થિતિ દેખાય છે. ત્યારે શું છે ગુજરાત ભાજપની સ્થિતિ પાછળનું આંતરિક રાજકારણ જોઈએ આ અહેવાલ.

સળગતાં સવાલ

 • શું ધારાસભ્યોને રુંધાયેલો અવાજ ખુલીને સામે આવ્યો?
 • અધિકારીઓ બધા જ નિર્ણય મનસુફીથી કરે છે?
 • શું અધિકારીઓ પર સરકારનો કંટ્રોલ નથી?
 • શું સરકાર જેવું કાંઈ નથી?’ તેવી વાતોએ જોર પકડ્યું!
 • પત્રો લખીને રજૂઆત કરવામાં આવે તો પણ નથી સાંભળતા અધિકારીઓ?
 • અધિકારીઓ મનમાની મુજબ વર્તન કરે છે?
 • જે ઝડપથી અને રજૂઆત મુજબ કામ થવા જોઈએ તે થતા નથી?

ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાક દિવસથી જોવા મળતી સ્થિતિ બાદ આવા સવાલો તો અનેક છે. પરંતુ જવાબ કોઈ પાસે નથી. એક તરફ સરકારના પ્રધાનો અને ભાજપના નેતાઓ રાજ્યમાં 25 વર્ષથી સત્તા પર રહેલી ભાજપને પ્રજાનો પ્રેમ મળતો હોવાનો દાવો કરે છે. બીજીતરફ, અધિકારીઓની આડોડાઈના આક્ષેપ સાથે ધારાસભ્યો ખુલીને સામે આવી ગયા છે. ત્યારે વધુ કેટલાક સવાલો ઉઠી રહ્યા છે. તેના પર નજર કરીએ તો, શું અત્યાર સુધી ધારાસભ્યોનો અવાજ રૂંધાયેલો હતો તે હવે ખુલીને સામે આવી રહ્યો છે ? કે પછી અધિકારીઓ જ બધા નિર્ણય પોતાની મનસુફી મુજબ કરે છે? સ્થિતિ કોઇપણ હોય પરંતુ ભાજપ અત્યારે બેકફૂટ પર આવી ગયું હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ભાજપના નેતાઓ શિસ્તબદ્ધ પાર્ટીની વાતો કરે છે.પરંતુ ભાજપના ધારાસભ્યો જ આ દાવાના લીરેલીરા ઉડાવતા દેખાય છે.

ધારાસભ્યોએ ખોલ્યો મોરચો

 • કાંગી અને ભાજપના ધારાસભ્ય કરી ચુક્યા રજૂઆત
 • એએમસી કમિશનર સાંભળતા નથી તેવો લાગ્યો છે આરોપ
 • કેતન ઈમાનદારને પણ મનાવવાના થઈ રહ્યા છે પ્રયાસ
 • જીએનએફસીના અધિકારીઓ માનતા નથી તેવો દુષ્યંત પટેલે પણ લગાવ્યો આક્ષેપ
 • ભોપાલ ગેસ કાંડ જેવી સ્થિતિ સર્જાય તેવી વ્યક્ત કરી છે ચિંતા
 • મહેસુલ વિભાગના અધિકારીઓ સામે મધુ શ્રીવાસ્તવે લગાવ્યો છે આક્ષેપ

થોડા સમય અગાઉ જ સીએમ વિજય રુપાણીએ અડધી પીચે રમવાની વાત કરી વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું. બાદમા શોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ ભ્રષ્ટાચાર મુદ્દે અધિકારીઓને સાનમાં સમજાવ્યા હતા. અને એ બાદથી હવે આ સિલસિલો ચાલુ થયો છે. અધિકારીઓ પર સરકારનો કંટ્રોલ નથી અને સરકાર જેવું કાંઈ છે કે કેમ તેમ લાગતુ નથી. તેવી વાતોએ પણ જોર પકડ્યુ છે. અધિકારીઓને પત્રો લખીને રજૂઆત કરવામાં આવે તો પણ સાંભળવામાં આવતી નથી. મનમાની મુજબ વર્તવામાં આવી રહ્યું છે. અને જે સ્પીડથી તેમજ રજૂઆત મુજબના કામ થવા જોઈએ એ થતા નથી. અને આ સ્થિતિ રાજ્યના મોટા શહેરોની છે જ્યાં ભાજપનો દબદબો છે.

 • ગુજરાત ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ!
 • આંતરિક અસંતોષ કે અધિકારીઓની આડોડાઈ ?
 • શું ખરેખર કામ નથી કરી રહ્યા અધિકારીઓ?

અમદાવાદમાં પણ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ભાજપના ધારાસભ્ય ખુલીને કહી ચુક્યા છે કે એએમસી કમિશ્નર સાંભળતા નથી. તો એ બાદ હવે કેતન ઈનામદારે મોરચો ખોલ્યો હતો હજી તેને મનાવવાના પ્રયાસ ચાલી રહ્યા હતા. તેવામાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે gnfc ના અધિકારીઓ માનતા નથી અને સ્થિતિ સર્જાઈ છે તેને કંટ્રોલ નહિ કરી તો ભોપાલ ગેસકાંડ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તેવી ચિંતા વ્યકત કરી છે. જે બાદ મહેસુલ વિભાગના અધિકારીઓ તેના કામ કરતા નથી. તેમ મધુશ્રી વાસ્તવ જાહેરમાં કહી ચુક્યા છે.

ભાજપના આંતરિક સુત્રો કહી રહ્યા છે કે અત્યારે જે સ્થિતિ સર્જાઈ રહી છે એ અનેક બાબતો સુચવી રહી છે.. એક કાંકરે અનેક પક્ષી મારવા જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. નારાજ ધારાસભ્યોની માંગણી પૂર્ણ થઇ રહીએ છે. અધિકારીઓ પર કામ કરવા માટે દબાણ ઉભું થઇ રહ્યું છે અને જે ધારાસભ્યો ભડાસ રાખીને બેઠા છે. તે પણ ઠાલવવામાં આવી રહી છેયય તો આગામી સમયમાં આવતા સંગઠન સહ રચના કાર્યમાં પણ પોતાની મનસુફી મુજબ પકડ ઉભી કરવા દબાણ ટેકનીક અપનાવવામાં આવી રહી છે.

READ ALSO

Related posts

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva

અમિત ચાવડાનો આરોપ, સરકાર લોકોમાં ડરનો માહોલ ઉભો કરી રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!