GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

મંત્રી બન્યા પછી પણ અધુરી હતી આ ઈચ્છા, તેથી ભુલમાં ધારાસભ્યએ લીધા મુખ્યમંત્રીના શપથ

રાજકારણમાં હાસ્ય વ્યંગ્યનો ક્યારેય અભાવ નથી હોતો, પછી ભલે નેતાઓએ આપણા દેશને બીજું કંઇ આપ્યું હોય કે નહીં પણ જનતાને હસાવવાની ખુબ જ તકો આપી છે. આપણે ત્યાં નેતાઓની પ્રગતિ ખુબ જ ઉતાવળમાં થાય છે. કોર્પોરેટર માંથી ધારાસભ્ય અને ધારાસભ્ય બનતાની સાથે જ તેઓ મુખ્યમંત્રીના સપના જોવાની શરૂઆત કરે છે.

હાલનો કિસ્સો કર્ણાટકનાં નવાં નાટકનો છે. જ્યાં યેદિયુરપ્પાના નવા મંત્રીએ કર્ણાટકના નવા મુખ્યપ્રધાનના શપથ લઈ લીધા. કર્ણાટકના મુખ્યમંત્રી બન્યાના માત્ર ત્રણ અઠવાડિયા પછી બી.બી.એસ. યેદિયુરપ્પાએ મંગળવારે તેમના પ્રધાનમંડળમાં 17 પ્રધાનોનો સમાવેશ કર્યો. પ્રધાનોના પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરવામાં આવ્યાં હતાં.

આ દરમિયાન જે.સી.મધુસ્વામીએ પ્રધાનની જગ્યાએ મુખ્યપ્રધાન શબ્દ મૂક્યો. તે બોલતાની સાથે જ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો. આટલુ બોલતાની સાથે મુખ્યમંત્રી યેદિયુરપ્પા હસી પડ્યા. જો કે પછીથી તેમણે યોગ્ય શપથ લીધા અને નજીકમાં ઉભેલા યેદિયુરપ્પા તેમને ભેટી પડ્યા. ઉલ્લેખનીય છે કે યેદિયુરપ્પાએ 26 જુલાઈએ મુખ્યમંત્રી બન્યા અને 29 જુલાઇએ વિધાનસભામાં બહુમતી સાબિત કર્યા પછી પોતાનું પહેલું પ્રધાનમંડળ લંબાવી દીધું છે. મુખ્ય પ્રધાન હજી મંત્રીમંડળમાં એકલા હતા. જેના કારણે યેદિયુરપ્પા આની ટીકા કરી રહ્યા હતા.

READ ALSO

Related posts

દુકાનદારો બુમો પાડે પરંતુ ગ્રાહકો બેફિકર: રોજના 25થી 30 પોઝીટીવ કેસ છતાં સુરતીલાલાઓ બિન્દાસ્ત

Bansari

કોરોનાનું વિષચક્ર: દેશભરમાં ચેપગ્રસ્તોની સંખ્યા 1 લાખથી વધુ નોંધાઈ, ઘાતક વાયરસ 4 હજારથી વધુને ભરખી ગયો

pratik shah

લોકડાઉન : રાજ્યમાં અંદાજીત 30 હજાર લગ્નપ્રસંગો થયા કેન્સલ, લગ્ન ઈચ્છુક યુગલો નવા વર્ષની જોશે રાહ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!