GSTV

ભાજપના આ ધારાસભ્યએ રાહુલ ગાંધીની તુલના રાવણ અને પ્રિયંકા ગાંધીની તુલના શૂર્પણખા સાથે કરી

Last Updated on June 19, 2019 by Mayur Vora

ઉત્તર પ્રદેશમાં ભાજપના ધારાસભ્ય સુરેન્દ્રસિંહે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અંગે વિવાદિત ટિપ્પણી કરતા રાહુલ ગાંધીની તુલના રાવણ અને પ્રિયંકા ગાંધીની તુલના શૂર્પણખા સાથે કરી.  સુરેન્દ્રસિંહે કહ્યુ કે, કોંગ્રેસની નાવ લોકસભામાં ડૂબવાની છે. જેથી કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને સક્રિયા રાજનીતિમાં એન્ટ્રી કરાવી છે. જ્યારે રામાયણમાં રાવણ સાથે ભગવાન રામ યુદ્ધ કરવાના હતા ત્યારે રાવણે પહેલા પોતાની બહેન શૂર્પણખાને મોકલી હતી.  આજે રામની ભૂમિકામાં પીએમ મોદી છે. અને રાવણની ભૂમિકામાં રાહુલ ગાંધી. મહત્વપૂર્ણ છે કે, કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિમાં ઉતારવાની જાહેરાત કરતાની સાથે રાજકીય નેતાઓમાં નિવેદનબાજી  શરૂ થઈ છે. જ્યારે ભાજપના નેતાઓના વિવાદિત નિવેદન બાદ કોંગ્રેસે તેનો વિરોધ પણ કર્યો છે.

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!