GSTV
Banaskantha ગુજરાત

બનાસકાંઠા / લવ જેહાદના વિરોધમાં ભાજપ ધારાસભ્યએ કાઢેલી રેલીમાં હોબાળો, પોલીસે કર્યો લાઠીચાર્જ

બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ લવ જેહાદ વિરુદ્ધ રેલીનું આયોજન કર્યું હતું. બીજેપી ધારાસભ્યની આ રેલીને ઘણા હિન્દુ સંગઠનોએ પણ સમર્થન આપ્યું હતું. આ રેલીમાં ભારે ભીડ ઉમટી હતી. લવ જેહાદ વિરૂદ્ધ રેલીમાં હોબાળો થયો હતો, ત્યારબાદ પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના ડીસામાં ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ લવ જેહાદ વિરુદ્ધ જનઆક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. ભાજપના ધારાસભ્યની આ રેલીમાં હજારો લોકો ઉમટ્યા હતા. ઘણા હિન્દુ સંગઠનોએ પણ ભાજપના ધારાસભ્યની રેલીને સમર્થન આપ્યું હતું. આ રેલી દરમિયાન હોબાળો થયો હતો.

પોલીસે તોફાની ટોળાને સમજાવીને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભીડ પર તેની કોઈ અસર ન થતાં પોલીસે ટોળાને વિખેરવા બળપ્રયોગ કર્યો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો. 

આ પહેલા રેલીમાં બીજેપી ધારાસભ્યએ કહ્યું કે અન્ય ધર્મના વ્યક્તિએ હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા. બાળકી અને તેની માતાએ ધર્મપરિવર્તન કર્યું હતું, જેનો તેના પિતાએ વિરોધ કર્યો હતો અને બાદમાં તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

આપ ઉમેદવાર અલ્પેશ કથિરીયાની કિશોર કાનાણીને ચેલેન્જ, આઠ ડિસેમ્બરે કાકાની જીત થશે તો મારા ખભા પર બેસાડીશ

pratikshah

કોંગ્રેસમાં ભડકો / તમે તો વાંકા વળીને ઝૂકી ગયા પણ અમારે તમને જીતાડીને એમને જ ઝૂકવાનું

pratikshah

અમરેલી : ચૂંટણીની રસાકસી વચ્ચે ભાજપ કાર્યાલય પર નેતાઓ સાથે ચાની ચૂસકી મારી આવ્યા પરેશ ધાનાણી, VIDEO થયો વાયરલ

pratikshah
GSTV