GSTV

દાદાગીરી: 2022માં હું ચૂંટણી લડીશ, 2027માં મારા પરિવારમાંથી જ કોઈ લડશે, મારે માટે કોઈ નો રિપીટ થિયરી લાગૂ પડતી નથી

માસ્ક

Last Updated on September 18, 2021 by Pravin Makwana

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વર્ષ-૨૦૨૨ની વિધાનસભામાં પોતે ચૂંટણી લડશે અને ભાજપના બેનર પરથી જ ચૂંટણી લડશેે. તેમ કહી ઉમેર્યું હતું કે, ત્યારપછીની વિધાનસભામાં એટલે કે વર્ષ-૨૦૨૭ની ચૂંટણીમાં મારા પરિવારમાંથી જ ઉમેદવાર ચૂંટણી લડશે અને તે પણ વાઘોડિયા બેઠક પરથી જ.

ગુજરાતમાં પહેલીવાર વિજય રુપાણી કેબિનેટના મંત્રીઓ માટે નો રિપીટ થિયરી લાગુ કરવામાં આવી છે. જેનો વિવાદ હજી શમ્યો નથી અને સિનિયર આગેવાનોની નારાજગી પણ દેખાઈ રહી છે.

ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આજે ફરી એક વાર બળવાનો અણસાર આપતા ઉચ્ચારણો કરી વિવાદનો મધપૂડો છેડયો છે. તેમણે નરેન્દ્ર મોદીને જન્મદિવસના અભિનંદન આપતાં કહ્યું છે કે, આગામી વિધાનસભાની ચૂંટણી હું લડવાનો છું.ભાજપ મને ટિકિટ આપશે જ.

ધારાસભ્યએ એમ પણ કહ્યું છે કે, છ વાર હું ચૂંટણી જીત્યો છું અને સાતમીવાર પણ જીતવાનો છું. ભાજપે મંત્રીમંડળ માટે નો રિપીટ થિયરી અપનાવી છે તે બદલ હું અભિનંદન આપું છું. પરંતુ, મારે માટે નો રિપીટ થિયરી નથી. હું ચૂંટણી લડવાનો જ છું. મને ઉંમરનો પણ કોઈ બાધ નડવાનો નથી.

READ ALSO

Related posts

કોરોનાએ 8 મહિનાનો રેકોર્ડ તોડયો : 24 કલાકમાં 3.17 લાખથી વધુ કેસ : દૈનિક મૃત્યુ દર 350થી ઉપર

Pravin Makwana

કોરોનાના સંક્રમણ વધતા જેટકો પરીક્ષા મોકૂફ, સરકારનો વધુ એક કડક નિર્ણય

GSTV Web Desk

જગતના તાતની કસોટી/ સાત લાખની લોન ચૂકવી ન શકતા ખેડૂતની 15 વિઘા જમીનની બેંકે હરાજી કરી, ખેડૂત પરિવાર કાળા પાણીએ રોયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!