GSTV
Home » News » ભાજપના ધારાસભ્યએ કહ્યું મારે તો લોકસભા લડવી છે, કારણ કે પુરુષ ઉમેદવારને મળશે ટિકિટ

ભાજપના ધારાસભ્યએ કહ્યું મારે તો લોકસભા લડવી છે, કારણ કે પુરુષ ઉમેદવારને મળશે ટિકિટ

ભાજપના બાહુબલી નેતા અને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આગામી લોકસભા ચૂંટણી વડોદરાથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આગામી લોકાસભા બેઠક પરથી પુરુષ ઉમેદવારને જ ટિકિટ મળશે. અને કોઈ પણ ભોગે વડોદરામાં લોકસભા બેઠકથી ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે. તેમણે જો ટિકિટ નહીં મળે તો બાહુબલી સ્ટાઈલથી ચૂંટણી જંગમાં ઉતરવાનો પણ હુંકાર કર્યો છે.

મહત્વનું છે કે હાલ મધુ શ્રીવાસ્તવ વાઘોડીયા બેઠક પરથી ધારાસભ્ય છે. અને પાર્ટીમાં વિરોધ અને સરકારી કાર્યોમાં પોતાની નારાજગી દર્શાવવા મુદ્દે શ્રીવાસ્તવ જાણીતા છે. અગાઉ સરકારી કર્મચારીઓ દ્વારા ધારાસભ્યોની અવગણનાનો મુદ્દો મધુએ જ ઉછાળ્યો હતો. ત્યારે ફરી એક વખત પાર્ટી સમક્ષ મધુએ પોતાની રજૂઆત કરી દીધી છે.

Related posts

ગુજરાતના વાહનચાલકો માટે સરકારે આપ્યા ખુશીના સમાચાર, હવે આ તારીખ સુધી દંડ નહીં

Mayur

VIDEO : અમદાવાદની વિજય મિલ ક્વાટર્સના 56 મકાનો તોડવાની કાર્યવાહી કરાતા લોકો રખડી પડ્યા

Bansari

સચિવાલયમાં જ ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડ્યા, ઉચ્ચ અધિકારીઓના ડ્રાઈવરોનું કાયદા પાલન મામલે શૂન્ય યોગદાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!