GSTV

રાજકારણ/ પશ્ચિમ બંગાળમાં ભાજપ ધારાસભ્ય પુન: તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા, વિધાનસભા ગૃહમાં ભાજપની સભ્ય સંખ્યા ઘટી

Last Updated on September 5, 2021 by Damini Patel

પશ્ચિમ બંગાળમાં ભાજપ છોડીને ફરીથી તૃણમૂલ કોંગ્રેસનો પાલવ પકડનારા ધારાસભ્ય સૌમેન રોયે બે વર્ષ અગાઉ તૃણમૂલ કોંગ્રેસ પક્ષ છોડવા બદલ પશ્ચાતાપની લાગણી વ્યક્ત કરી છે. એપ્રિલ-મે માં યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણી પછી ભાજપ છોડીને ફરીથી ટીએમસીમાં જોડાનાર તેઓ ચોથા ધારાસભ્ય છે.

સૌમેન રોયના રાજીનામાથી 294 સભ્યોના વિધાનસભા ગૃહમાં ભાજપની સભ્ય સંખ્યા ઘટીને 71 ની થઇ છે. રોય ભાજપની ટિકિટ પર કાલિઆગ વિધાનસભા બેઠક પરથી ચૂંટાઇ આવ્યા છે. રોયે પોતે ભાજપમાં બેચેન રહેતા હોવાનું જણાવીને ઉમેર્યું કે તેઓ મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા હાથ ધરાતા વિકાસકીય કાર્યક્રમોમાં સહભાગી થવા ઇચ્છે છે.

તૃણમૂલ કોંગ્રેસમાં પાછા વળ્યા રોય

પક્ષના સેક્રેટરી જનરલ પાર્થ ચેટરજીએ કહ્યું કે સૌમેન રોય ખાસ તો ઉત્તર બંગાળના વિકાસનો હિસ્સો બનવા ઇચ્છે છે, માટે તૃણમૂલ કોંગ્રેસમાં પાછા વળ્યા છે. ક્રિષ્ણાનગર દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોય મે મહિનામાં એમના પુત્ર શુભ્રાંશુ સાથે પુન: તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે.

એમના પગલે અન્ય ત્રણ ભાજપ ધારાસભ્યો પણ કેસરિયો ધ્વજ પડતો મૂકીને પુન: પોતાના જૂના પક્ષમાં જોડાઇ ગયા છે. ભાજપ છોડી ગયેલા આ ધારાસભ્યોને એમનું વલણ સ્પષ્ટ કરવા માટે પક્ષ તરફથી પૂછવામાં આવશે. જે પછી એમને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરાવવાની માગણી કરાશે.

Read Also

Related posts

મોટી રાહત/ સરકારની આ યોજનાનો લાભ હવે માર્ચ મહિના સુધી મળશે, જોઈ લો શું છે સમગ્ર પ્રોસેસ

Pravin Makwana

VIDEO/ નદીના ધસમસતા પ્રવાહમાં મહિલા પડી ગઈ, જીવવા માટે તરફડીયા મારતી જોઈ એક યુવાને જીવ સટોસટની બાજી લગાવી દીધી

Pravin Makwana

ટામેટાની વધતી કિંમતમાંથી ક્યારે મળશે રાહત? કેન્દ્ર સરકારે આપી તમામ જાણકારી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!