GSTV
India News Trending

ભાજપ નેતા ગણેશ નાઇકને કોર્ટે રાહત આપવાનો કર્યો ઇનકાર, ધરપકડની તલવાર લટકી રહી

કોર્ટે

ભાજપના નેતા અને વિધાનસભ્ય ગણેશ નાઇકને કોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે તેમની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે આમ હવે નાઇક પર ધરપકડની તલવાર લટકી રહી છે. હવે નાઇકના વચગાળાના જામીન પર ૨૭મીએ સુનાવણી થશે.

રિવૉલ્વર બતાડીને ધમકી આપવા અને બળાત્કારના આરોપ બાદ નવીમુંબઇના સીબીડી અને નેરુળ પોલીસ સ્ટેશનમાં નાઇક સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ૨૭ વર્ષથી નાઇક લૈંગિક શોષણ કરી રહ્યા હોવાનો આરોપ પીડિત મહિલાએ કર્યો છે. તેમના સંબંધથી ૧૫ વર્ષનો પુત્ર હોવાનું પણ મહિલાએ કહ્યું હતું. રાજ્યના મહિલા આયોગ પાસે પણ તેણે ફરિયાદ કરી હતી. કૌપરખૈરણેના ઘર, ઓફિસ, મુરબાડના ફાર્મહાઉસમાં નાઇકને પકડવા પોલીસે સર્ચ ઓપરેશન હાથધર્યું હતું.

નવી મુંબઇના આ મામલે એનસીપી અને શિવસેનાની મહિલા કાર્યકર્તાએ આક્રમક આંદોલન કર્યું હતું. તેમણે તાત્કાલિક નાઇકની ધરપકડ કરવાની માગણી કરી હતી. વર્ષ ૧૯૯૩માં વાશી, સેક્ટર નં. ૧૭માં સ્પોર્ટસ ક્લબમાં પીડિત મહિલા રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. તે સમયે નાઇક વારંવાર ક્લબમાં મિટીંગ માટે આવતા હતા. અમારી ઓળખાણ થઇ હતી પછી નાઇક સતત મારો સંપર્ક કરતા હતા. બાદમાં અમારી વચ્ચે પ્રેમસંબંધ હતો. તેમણે મારી સાથે શરીરસંબંધ રાખ્યો હતો. ન્યૂજર્સીમાં ૧૮ ઓગસ્ટ, ૨૦૦૭ના પુત્રને જન્મ આપ્યો હતો. વર્ષ ૨૦૨૧માં નાઇકને પુત્રનો સ્વીકાર કરવા કહ્યું ત્યારે તેમણે મને રિવોલ્વર બતાડીને ધમકી આપી હતી એવો આરોપ પીડિત મહિલાએ કર્યો છે.

મારુ અપહરણ અને હત્યા થઇ શકે છે. મારા જીવને જોખમ છે. સરકાર દ્વારા સહકાર મળ્યો તે બદલ આભારી છું. મારા પુત્રને ન્યાય મળે ત્યાં સુધી દરેક જણ મને સહકાર આપે એવો વિડીયો મહિલાએ સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો.

Read Also

Related posts

એવું તે શું થયું, શા માટે નીતીશ કુમારે ફાડ્યો ભાજપ સાથે છેડો? જાણો અહીં

GSTV Web Desk

ફરી વિવાદમાં સ્મીમેર હોસ્પિટલ: પરિસરમાંથી મળી આવી દારૂની ખાલી બોટલો, AAPના કોર્પોરેટરોએ ભાજપ શાસકો સામે ઉઠાવ્યા સવાલો

Zainul Ansari

બુલેટ ટ્રેન/ દેશની પહેલી બુલેટ ટ્રેનમાં શું હશે ભાડું? રેલવે મંત્રીએ પોતે બતાવી ટિકિટની કિંમત

GSTV Web Desk
GSTV