GSTV
Home » News » જાણો ભાજપના સાંસદ વિરેન્દ્રસિંહે ખેડૂતોની કર્જમાફી મામલે શું ઉઠાવ્યા સવાલ ?

જાણો ભાજપના સાંસદ વિરેન્દ્રસિંહે ખેડૂતોની કર્જમાફી મામલે શું ઉઠાવ્યા સવાલ ?

ભાજપના સાંસદ વિરેન્દ્રસિંહે ખેડૂતોની કર્જમાફી મામલે સવાલ ઉઠાવતા કહ્યું છે કે આનાથી ખેડૂતોનું ભલંણ થવાનું નથી. તેમણે કહ્યુ છે કે ખેડૂતો કર્જ લઈને અડધા નાણાંથી ખેતીનું કામ કરે છે અને અડધી રકમથી બાળકો માટે વાહન ખરીદે છે. તેના કારણે તેઓ કર્જ પાછું આપી શક્તા નથી. ભદોહીથી ભાજપના સાંસદ વિરેન્દ્ર સિંહે વીઆઈપી ગેસ્ટ હાઉસમાં શનિવારે મીડિયા સાથેની વાતચીતમાં આના સંદર્ભે ટીપ્પણી કરી હતી.

વિરેન્દ્રસિંહે કહ્યુ છે કે ખેડૂતોના કલ્યાણ માટે ખેડૂતોના સામાજિક સ્તરને સુધારવું પડશે. પંચાયતોને મજૂબતાઈ આપવી પડશે. પોતાના મતવિસ્તારમાં વિરેન્દ્ર સિંહે ગ્રામોદયની શરૂઆત કરાવી હોવાનું જણાવીને ક્હ્યું છે કે ગ્રામોદયના સકારાત્મક પરિણામ સામે આવ્યા છે. તેને સરકારની સમક્ષ રજૂ કરવામાં આવશે.

ભાજપના સાંસદ વિરેન્દ્ર સિંહના નિવેદન બાદ વિવાદ પેદા થવાની શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે વિપક્ષ સતત કેન્દ્રની મોદી સરકાર પર ખેડૂતોની અવગણના કરવાનો આરોપ લગાવતું રહ્યું છે.

Related posts

વીર સાવરકરના નામે શરૂ થયેલા રાજકીય ઘમાસાણ વચ્ચે તેમના દીકરાની આવી જોરદાર પ્રતિક્રિયા, ઔવેસીને ઝાટક્યા

Nilesh Jethva

લખનઉમાં હિંદુ મહાસભાના નેતા કમલેશ તિવારીની હત્યા, ગોળી મારી દેવાઈ

Nilesh Jethva

એફટીએફની પાકિસ્તાનને અંતિમ ચેતવણી, બ્લેકલિસ્ટમાંથી આ કારણે બચી ગયુ આતંકિસ્તાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!