GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

Corona: BJPનું એલાન! પાર્ટીના સાંસદો 1 કરોડ-ધારાસભ્યો 1 મહિનાનું વેતન કરશે દાન

BJP

કોરોના (Corona) વાયરસ સામે લડાઈમાં દેશ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહ્યો છે. લોકો પોતાની સેલેરી અને જરૂરીયાતનો સામાન દાન કરી રહ્યા છે હવે આવામાં બીજેપીએ મોટું એલાન કર્યું છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું છે કે પાર્ટીના દરેક એમએલએ અને સાંસદ પોતાની એક મહિનાની સેલેરી કોરોના વાયરસ વિરૂદ્ધ ચાલી રહેલી લડાઈમાં દાનમાં આપશે. સાંસદ અને ધારાસભ્યો જરૂરીયાતમંદો અને વાયરસ સામે રક્ષણ માટે કેન્દ્રીય રાહત કાર્યમાં આ રકમ દાનમાં આપશે.

જેપી નડ્ડાએ જણાવ્યુ છે કે દરેક ભાજપ સાંસદ કોરોનાને રોકવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોમાં મદદ કરવા માટે પોતાના સાંસદ નિધિમાંથી એક કરોડ રૂપિયા કેન્દ્રીય સહાયતા ફંડમાં આપશે.

અમદાવાદમાં Coronaથી વધુ એકનું મોત

અમદાવાદમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયુ છે. અમદાવાદની એસવીજી હોસ્પિટલમાં સારવાર માટે મહિલાને ૨૪મી માર્ચના રોજ ખસેડવામાં આવી હતી. જેનું સારવાર દરમ્યાન મોત થયુ.. મહિલાને સ્થાનિક ચેપ લાગ્યો હતો. ત્યારે આ મહિલાને કોરોનાનો કાળ ભરખી ગયો છે.  આ સાથે અમદાવાદમાં કોરોનાથી મૃત્યુઆંક બે થયો છે. અને રાજ્યમાં ચાર શખ્સના કોરોનાથી મોત થયા છે. અમદાવાદમાં 2 એક સુરત અને એક ભાવનગરમાં અગાઉ મોત થઈ ચૂકયું છે. મહિલાએ કોઈ વિદેશ પ્રવાસ ન કર્યો હોવાથી સ્થાનિકમાં ચેપ લાગ્યો હોવાની આશંકા છે. આજે એસવીપી હોસ્પિટલમાં તેમનું મોત થયું છે. મહિલા સાથે રહેતા અને આસપાસના લોકોને પણ તાત્કાલિક ધોરણે કોરન્ટાઈન કરાયા છે.

રાજ્યમાં Coronaથી કુલ 53ના મોત

રાજ્યમાં કોરોનાના કુલ 53 દર્દી નોંધાયા છે. જેમાં. વડોદરામાં 1, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 1 અને અમદાવાદમાં 3 જ્યારે હજુ 2 દર્દીના રીપોર્ટ આવવાના બાકી છે. કોરોના વાયરસના વધતા પ્રકોપને ધ્યાને રાખી સમગ્ર દેશમાં 21 દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે. જે બાદ આજે લૉકડાઉનનો ચોથો દિવસ છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસથી સંક્રમિત પોઝિટીવ કેસની સંખ્યા 900ને પાર પહોંચી ગઈ છે. જ્યારે આ વાયરસથી અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. લૉકડાઉનથી સૌથી વધુ પ્રભાવિત મજૂરો, નાના કારીગરો અને વેપારી વર્ગ છે. મજૂરો માટે હાલ રોજગારી એ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે. ત્યારે આવા સમયે શહેરમાં લાખો લોકો દિવસેને દિવસે પોતાના વતન તરફ પાછા ફરી રહ્યા છે.

આજે Coronaના 6 નવા કેસ

આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવિએ જણાવ્યું છે કે, નોવેલ કોરોના વાયરસના આજે નવા 6 કેસ પોઝીટીવ થયા છે. આમ રાજ્યમાં કુલ 53 કેસ પોઝીટીવ નોંધાયા છે. ડૉ. રવિએ વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં જે નવા છ કેસ પોઝીટીવ થયા છે તેમાં 66 વર્ષના એક વડોદરાના પુરૂષ છે જે યુ.કેની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ગાંધીનગરના 81 વર્ષના એક પુરૂષ અને મહેસાણાના 52 વર્ષના એક પુરૂષનો કેસ છે જે લોકલ ટ્રાન્સમિશનના લીધે છે જોકે, આ ફક્ત મહેસાણાનું સરનામું છે પણ પોઝિટીવ કેસ ગાંધીનગરનો છે. એજ રીતે અમદાવાદમાં 70 વર્ષનાં એક પુરૂષનો કેસ છે. જે આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. અમદાવાદમાં જ એક 45 વર્ષના બહેન અને એક 33 વર્ષના બહેનનો કેસ પણ લોકલ ટ્રાન્સમિશનના પરિણામે નોંધાયો છે.

corona

ત્રણ Corona કેસના સેમ્પલના રિપોર્ટ નેગેટીવ

આ સાથે રાજ્યમાં કુલ 53 કેસ પોઝીટીવ થયા છે, જેમાં અમદાવાદમાં 18, સુરતમાં 07, રાજકોટમાં 08, વડોદરામાં 09, ગાંધીનગરમાં 08, ભાવનગરમાં 01 અને મહેસાણામાં 01 કેસનો સમાવેશ થાય છે. ડો. રવિએ ઉમેર્યું છે કે, રાજ્યમાં જે 53 કેસ છે જે પૈકી 14 દિવસના કોરોન્ટાઈનમાં રહેલા દર્દીઓના ટેસ્ટિંગ પ્રોટ્રોકોલ મુજબ બે વાર કરવામાં આવ્યા છે તેમાંના ત્રણ કેસના સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે, જે સારા અને રાહતના સમાચાર છે. સૌ નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી. જે લોકડાઉનનો સમયગાળો નિયત કરાયો છે તેનું સંપૂર્ણપણે આપણે પાલન કરવાનું છે. આપણે સૌએ સોશ્યલ ડિસ્ટન્સ એટલે કે સામાજિક અંતર જાળવવું અનિવાર્ય છે.

આપણા ઘરમાં પણ વડીલો-વયસ્ક હોય તો તેની સંપૂર્ણ કાળજી રાખીને તેમની સાથે પણ સોશ્યલ ડિસ્ટન્સ રાખી લોકડાઉન પાળીએ. અનિવાર્ય સંજોગો સિવાય બહાર ન જઈએ એ અત્યંત જરૂરી છે. ડૉ. રવિએ ઉમેર્યું હતું કે, ICMR કે જે સર્વોચ્ચ રેગ્યુલેટરી ઓથોરિટી છે જેના પ્રોટ્રોકોલ મુજબ જ કોરોનાના ટેસ્ટ થાય છે. જે મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં 993 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું છે, જે પૈકી 938 સેમ્પલ નેગેટીવ આવ્યા છે, માત્ર 53 કેસ પોઝીટીવ છે તેમજ બે રીપોર્ટમાં કન્ફર્મેટરી ટેસ્ટ ચાલી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં 20,103 નાગરિકોને હોમ કોરોન્ટાઈનમાં રખાયા હતા તેમાં ઘટાડો થયો છે અને હવે 19,340 લોકોને જ હોમ કોરોન્ટાઈન હેઠળ છે જ્યારે સરકારી કોરોન્ટાઈનમાં 657 લોકોને રખાયા છે.

હાલ સરકારીમાં 660 અને ખાનગીમાં 1739 એમ કુલ મળી કુલ 2399 વેન્ટીલેટર્સ

તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ માટે આરોગ્ય સેનાનીઓ દ્વારા હોમ ટુ હોમ અને ટેલિફોનિક સર્વેલન્સ-ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે જે સંદર્ભે 4 કરોડથી વધુ નાગરિકોને આવરી લેવાયા છે અને જેમાં તાવ, ઉધરસ કે અન્ય લક્ષણો જણાય તો સામેથી કોન્ટેક કરીને તેમને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યના ચાર મહાનગરોમાં કોવીડ-19ની સ્પેશ્યલ હોસ્પિટલો કાર્યરત થઈ ગઈ છે તેમ જણાવી ડૉ. જયંતિ રવિએ ઉમેર્યું છે કે, આ ચારેય હોસ્પિટલમાં આઈશોલેશન વોર્ડ સહિત તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. હાલ સરકારીમાં 660 અને ખાનગીમાં 1739 એમ કુલ મળી કુલ 2399 વેન્ટીલેટર્સ પણ ઉપલબ્ધ છે.

corona

આજે વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા દિલ્હીથી આવશે

ડો. રવિએ ઉમેર્યું કે, રાજ્યમાં માસ્ક અને જરૂરી દવાઓનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે એટલે નાગરિકોએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી. એન-95 માસ્ક રોજના 30 હજાર અને ત્રિપલ લેયર માસ્ક રોજના 3 લાખ આવે છે. જેનું વિતરણ કરાવામાં આવી રહ્યું છે. એજ રીતે આરોગ્ય કર્મીઓ કે જેઓ પોઝીટીવ કેસની સારવાર કરી રહ્યા છે તેઓ માટે પીપીઈ કીટ (પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વીપમેન્ટ) પણ ઉપલબ્ધ છે અને વધુ જથ્થો આજે વાયુસેનાના વિશેષ વિમાન દ્વારા દિલ્હીથી આવી રહ્યો છે. નાગરિકોએ આરોગ્યલક્ષી કે તબીબી સેવાઓની જરૂર હોય તો 104 હેલ્પલાઈન તથા મેડિકલ સિવાયની અન્ય ઈમરજન્સી માટે સ્ટેટ કંટ્રોલના 1070 નંબર પર તથા જિલ્લા કક્ષાએ 1077 નંબર પર સંપર્ક કરવાનો છે. એજ રીતે કોવિડ 19 સંદર્ભે નાગરિકોને જે પણ પ્રશ્નો હોય તો તેમણે askexpertcovid19@gujarat.gov.in અને askdocforcovid19.gujarat@gmail.com પર ઈ-મેઈલ કરવા અનુરોધ છે. આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા નિષ્ણાત તબીબો સચોટ અને અધિકૃત જવાબો આપશે.

Read Also

Related posts

નિસર્ગ વાવાઝોડા સામે લડવા તંત્રની આ છે આગોતરી તૈયારીઓ, આટલા હજાર લોકોનું સ્થળાંતર

Arohi

અમેરિકામાં હિંસક બન્યા પ્રદર્શનકારીઓ, અનેક શહેરોમાં કર્ફ્યુ જાહેર

Arohi

અમેરિકામાં Coronaના 18.81 લાખ કેસ, ફક્ત નર્સિંગ હોમમાં જ 26000થી વધુના મોત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!