GSTV
Gujarat Government Advertisement

કંગના ભાજપની કથિત સમર્થક બનીને જે પણ લખી રહી છે તે ભાજપને હરગીઝ મંજૂર નથી, ન્યૂઝમાં આવવા માટેના છે બધા ડિંડક

Last Updated on May 4, 2021 by Pravin Makwana

અભિનેત્રી કંગના રાનૌત મોટા ભાગે સોશિયલ મીડિયા પર વિવાદીત નિવેદનો આપીને ચર્ચામાં રહેવાના ડિંડક ચલાવતી હોય છે. કંગનાએ પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈને પણ 2 મેના પરિણામ બાદ ટ્વિટ કર્યુ હતું. હકીકતમાં તેણે ભાજપનું સમર્થન કરતા લખ્યુ હતુ કે, આગામી દિવસોમાં બંગાળની હાલત કાશ્મીર જેવી થવાની છે. કંગનાની આ પ્રકારની ટિપ્પણી બાદ ગોરખપુરના ભાજપ ધારાસભ્ય રાધામોહન દાસ અગ્રવાલે તેનો ઉધડો લીધો હતો. ‘મૂર્ખ મહિલા’ પણ ગણાવી હતી.

હકીકતમાં જોઈએ તો, 2 મેના રોજ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીની શાનદાર જીત થઈ છે. મમતાની પાર્ટી ટીએમસીને મળેલી જીત બાદ બોલિવૂડ અભિનેત્રી કંગના રાનૌતે સોશિયલ મીડિયા પર એક પછી એક કેટલાય ટ્વિટ કર્યા હતા. કંગના રાનૌતે લખ્યુ હતું કે, ‘ બાંગ્લાદેશી અને રોહિંગ્યા મમતાની સૌથી મોટી તાકાત છે. જે રીતની પ્રવૃતિ દેખાઈ રહી છે. તેનાથી ખબર પડે છે કે, ત્યાં હિંદુ વધારે નથી. તથા આંકડાઓ પ્રમાણે ત્યાંના મુસ્લિમ લોકો સૌથી વધારે ગરીબ અને વંચિત છે. સારુ છે વધુ એક કાશ્મીર બની રહ્યુ છે’.

કંગનાના આ ટ્વિટ બાદ ગોરખપુરથી ભાજપના ધારાસભ્ય રાધામોહન દાલ અગ્રવાલે આડે હાથ લીધા હતા. કંગનાના આ ટ્વીટનો રિપ્લાઈ આપતા ભાજપના ધારાસભ્યે લખ્યુ હતું કે, ખૂબ જ શરમજનક ટ્વિટ છે. આ મૂર્ખ મહિલાને આટલી શરમજનક વાત કરવા બદલ ચૂંટણી પંચે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. હું ભાજપનો ધારાસભ્ય છુ અને જાણુ છુ કે પીએમઓ ઈંડિયા, અમિત શાહ અને જેપી નડ્ડાએ પણ મોટુ દિલ રાખીને મમતા બેનર્જીને શુભકામના આપી છે.

Kangana-Ranaut

ભાજપના ધારાસભ્યએ કહ્યુ હતું કે, ચૂંટણીમાં હાર જીતતો થતી રહે છે. કંગના ભાજપની કથિત સમર્થક બનીને જે પણ કહી રહી છે, લખી રહી છે. તે પાર્ટીને ક્યારેય મંજૂર નથી. આવી વાતો કહીને તે ન્યૂઝ બનવાની આદત પડી ગઈ છે. એ વાત ક્યારેય ન સ્વિકારી શકાય છે કે, અમે હારી ગયા છીએ તો, બંગાળ કાશ્મીર બની જશે. કંગના ક્યારેક મહારાષ્ટ્રને કાશ્મીર ગણાવે છે, તો ક્યારેક બંગાળને કાશ્મીર ગણાવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!