GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

‘બેટ-મેન’ આકાશ વિજયવર્ગીયને જેલમાંથી કર્યો મુક્ત, બહાર આવીને કહ્યું- ‘મજા આવી’

ઈન્દોરમાં ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય જેલમાંથી મુક્ત થયો. ઈન્દોર નગર નિગમના અધિકારીને બેટથી માર મારવાના આરોપમાં આકાશ વિજયવર્ગીય જેલમાં હતો. તેને શનિવારે કોર્ટમાંથી જામીન મળ્યા હતા. પરંતુ શનિવારે જેલની કાગળ પ્રક્રિયા પૂરી ન થવાને કારણે બહાર આવી શક્યો નહીં અને આજે સવારે ઔપચારિકતા પૂરી થયા બાદ તેને જેલ મુક્ત કરાયો. આકાશ મધ્યપ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયના પુત્ર છે. જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે કહ્યું કે જેલમાં સારો સમય પસાર થયો.

મહત્વનું છે કે ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયના પુત્ર અને ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.

શું હતો સમગ્ર મામલો?

ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયના પુત્ર અને ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયની ગુંડાગીરી સામે આવી હતી. ઈન્દોરમાં નિગમ અધિકારી સાથે મારપીટ કરતો વીડિયો સામે આવ્યો હતો. ઈન્દોરના નિગમ અધિકારીઓની એક ટીમ જર્જરીત મકાનોને તોડવા માટે આવી હતી.

પરંતુ આકાશ વિજયવર્ગીય તેમના પર તૂટી પડ્યા હતા. પહેલા ઉગ્ર ચર્ચા થઈ. બાદમાં મામલો બિચક્યો હતો. આકાશ ક્રિકેટ બેટ લઈને અધિકારીઓ પર હુમલો કરવા પહોંચી ગયા હતા અને ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયએ અધિકારીઓ સાથે ગેરવર્તન કરીને માર માર્યો હતો. એટલું જ નહીં તેમના સમર્થકોએ પણ અધિકારીઓ સાથે મારપીટ કરી હતી.

Read Also

Related posts

8 નહીં પરંતુ આ તારીખથી તિરૂપતિ બાલાજી મંદિરમાં ભક્તોને મળશે એન્ટ્રી, એક દિવસમાં માત્ર 6 હજાર લોકો જ કરી શકશે દર્શન

Nilesh Jethva

દેશમાં કોરોનાની સંખ્યામાં રોકેટ ગતિએ વધારો, એક સપ્તાહમાં 61 હજાર કેસ વધ્યા

Nilesh Jethva

પીઓકે અને અક્સાઇ ચીન ભારતનો ભાગ, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે તે ભારતના કબ્જામાં હશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!