GSTV
Home » News » BJP નેતા કૈલાશ વિજયવર્ગીયનાં દબંગ MLA પુત્રની ધરપકડ, બેટ વડે કર્યું હતું કારનામું

BJP નેતા કૈલાશ વિજયવર્ગીયનાં દબંગ MLA પુત્રની ધરપકડ, બેટ વડે કર્યું હતું કારનામું

ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયને મધ્ય પ્રદેશ પોલીસે ધરપકડ કરી છે. ઇન્દૌર નગર પાલિકાનાં અધિકારીઓને બેટ વડે ફટકારતા અંતે ધરપકડ કરવામાં આવી છે. મધ્ય પ્રદેશ ભાજપનાં ધારાસભ્ય કૈલાશ વિજય વર્ગીયએ ઓફિસરની ધોલાઇ કરતા વીડિયો વાયરલ થયા બાદ તેમની સામે FRI નોંધવામાં આવી હતી. આકાશ વિરૂદ્ધ આઇપીસી કલમ 353,294,323,506,147,148 હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આકાશ વિજયવર્ગીય કોણ છે?

આકાશ વિજયવર્ગીય ભાજપનાં દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી તેમજ બંગાળનાં પ્રભારી કૈલાશ વિજયવર્ગીયનાં પુત્ર છે. આ મામલે આકાશ વિજયવર્ગીયનું કહેવું છે કે આ રીતે તેઓ ભ્રષ્ટાચાર અને ગુંડાગીરી નાબૂદ કરશે. તેમણે જણાંવ્યું હતું કે, આવેદન, નિવેદન અને પછી દે દનાદન હેઠળ અમે તમામ કાર્યવાહી કરીશું.

નગરપાલિકાનાં અધિકારીઓની ધોલાઇ કરવા બાબતે આકાશની સાથે અન્ય 10 લોકોને પણ પોલીસે પકડી પાડ્યા છે. તેમજ આકાશને કોર્ટની સામે પણ રજુ કરવામાં આવ્યો.

શું હતી ઘટના?

ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયના પુત્ર અને ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનો ઈન્દોરમાં નિગમ અધિકારી સાથે મારપીટ કરતો વીડિયો સામે આવ્યો હતો. ઈન્દોરના નિગમ અધિકારીઓની એક ટીમ જર્જરીત મકાનોને તોડવા માટે આવી હતી. પરંતુ આકાશ વિજયવર્ગીય તેમના પર તૂટી પડ્યા.પહેલા ઉગ્ર ચર્ચા થઈ, બાદમાં મામલો બિચક્યો હતો. આકાશ ક્રિકેટ બેટ લઈને અધિકારીઓ પર હુમલો કરવા પહોંચી ગયા હતા. ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયએ અધિકારીઓ સાથે ગેરવર્તન કરીને માર માર્યો. એટલું જ નહીં તેમના સમર્થકોએ પણ અધિકારીઓ સાથે મારપીટ કરી.

READ ALSO

Related posts

PMC કોભાંડ : RBI પ્રતિબંધ મૂકે તે પહેલાં જ અધિકારીઓએ 70 કરોડ ઉપાડી લીધા

Mayur

રાફેલ ફાઈટર વિમાનમાં લગાવવામાં આવશે મીટિઓર મિસાઈલ, દુશ્મનો માટે વધારે ખતરનાક

Mansi Patel

ભારતના આ સ્ટાર ક્રિકેટરે નિત્યાનંદના ‘કૈલાશ દેશ’નો વીઝા માગ્યો અને લોકોએ ભયંકર રીતે ટ્રોલ કરી નાંખ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!