ભાજપે 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પોતાની પરંપરાગત વોટ બેંકની સાથે અત્યાર સુધી તેમનાથી દર રહેલા સમુદાયોને પણ જોડવાનું કામ ભાજપે ચાલુ કરી રહ્યું છે.

રાજકીય નિષ્ણાતોના કહેવા મુજબ ભાજપ હંમેશા ચૂંટણી મોડમાં રહેવાનું પસંદ કરે છે.
ભાજપે 2019ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ 2016માં શરૂ કરી દીધી હતી. સપ્ટેમ્બર 2016માં ભાજપના કાર્યકર્તાઓ સાથેની બેઠકમાં તત્કાલિન પાર્ટીના વડા અમિત શાહે 115 બેઠકોની ઓળખ કરી હતી. આ બેઠકો ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને તેલંગાણા જેવા રાજ્યોની હતી, જ્યાં પાર્ટી 2014ની ચૂંટણીમાં કોઈ મોટો ચૂંટણી લાભ મેળવી શકી ન હતી. ત્યારે પાર્ટીએ આ બેઠકો માટે રણનીતિ બનાવી તેમના પર કામ કર્યું અને તેમાંથી ઘણી બેઠકો પણ જીતી હતી. 2024ની સામાન્ય ચૂંટણી માટે પણ પક્ષે 144 સીટોની ઓળખ કરી છે અને તેના પર કામ ચાલુ કરી દેવામા આવ્યું છે.
વર્ષ 2014માં સત્તામાં આવ્યા ભાજપે અનુસૂચિત જાતિની વોટ બેંકને પોતાની સાથે જોડાવાની પહેલની કરી હતી. 2014 થી, ભાજપ અનુસૂચિત જાતિઓને અન્ય પક્ષો સાથે વિમુખ કરવા માટે આ દિશામાં કામ કરી રહી છે. દલિત પ્રત્યે ભાજપની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે એક ઝુંબેશ શરૂ કરી હતી. આ અંતર્ગત 2017માં એક દલિત નેતાને ભારતના રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. પાર્ટીના નેતાઓએ ઘરે ઘરે જઈને અનુસૂચિત જાતિના લોકો સાથે સીધો સંવાદ કરવાનું અભિયાન શરૂ કર્યું..
અનુસૂચિત જાતિની સાથે ભાજપે ઓબીસી (અન્ય પછાત વર્ગો)માં પણ તેનો પ્રવેશ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ વર્ગના લોકોને દરેક જગ્યાએ પ્રમોટ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી પોતે આ વર્ગમાંથી આવે છે. કેબિનેટમાં ઓબીસી નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંધારણમાં સુધારો કરીને અને નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસને બંધારણીય દરજ્જો આપીને ભાજપે ઓબીસીમાં પોતાનો આધાર વધુ મજબૂત કર્યો. આ તમામ પહેલો દ્વારા પાર્ટીએ OBC લોકોના સમર્થનને વોટમાં બદલવાનો પ્રયાસ કર્યો.

લોકનીતિ-સીએસડીએસ સર્વે અનુસાર, ભાજપનો ઓબીસી વોટ શેર 1996ની લોકસભા ચૂંટણીમાં 33 ટકાથી વધીને 2019માં 44 ટકા થયો હતો.
જેડીયુ-આરજેડીના એકસાથે આવવાથી બિહારમાં પણ ભાજપ માટે ઓબીસીના સમર્થનમાં ઘટાડો થવાની ધારણા છે. તેની ભરપાઈ કરવા માટે ભાજપે બિહાર અને ઉત્તર પ્રદેશમાં નવું ગઠબંધન બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે. આ અંતર્ગત પાર્ટી આ બંને રાજ્યોના પછાત મુસ્લિમો અને અત્યંત પછાત હિન્દુઓને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે
Also Read
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે
- આ 6 પ્રકારની સમસ્યા આપી શકે છે હાર્ટએટેકને આમંત્રણ, જાણો હાર્ટએટેકથી બચવાના ઉપાય
- હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો
- 34 પ્રકારના કેન્સરને નોતરે છે આ ફૂડ આઈટમ, જો તમે પણ ખાતા હોય તો ચેતી જજો
- બનાસકાંઠા / ડિસામાં વધુ એક શૌચાલય કૌભાંડ, 8.76 લાખની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ