GSTV

બધા નમૂના એક જ પાર્ટીમાં ભર્યા છે: ભાજપના એક મંત્રીએ વધતી મોંઘવારી માટે નહેરૂને જવાબદાર ગણાવ્યા

Last Updated on August 1, 2021 by Pravin Makwana

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રેપની ઘટનાઓ પર આપેલ વિવાદાસ્પદ ટિપ્પણીનો મામલો હજૂ શાંત થયો નથી, ત્યાં વળી ભાજપના અન્ય એક મંત્રીએ ટિખળ કરી છે. ભાજપના નેતાઓ એક પછી એક ઉટપટાંગ નિવેદનો આપવામાં માહેર થઈ ગયા છે. હકીકતમાં જોઈએ તો, મધ્ય પ્રદેશની શિવરાજ સરકારના મંત્રી વિશ્વાસ સારંગે એક પ્રેસ મીટમાં કહ્યુ હતું કે, 15 ઓગસ્ટ 1947ના રોજ જવાહરલાલ નહેરુએ આપેલા ભાષણના કારણે દેશની અર્થવ્યવસ્થા બગડી છે. સારંગના આ નિવેદન બાદ સો. મીડિયા પર લોકો વાંધો ઉઠાવી રહ્યા છે. ખુદ ભાજપના જ કેટલાય નેતાઓએ અને કાર્યકર્તાઓએ તેમનો ઉધડો લઈ લીધો હતો.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાને ભાજપના આ મંત્રીનો વીડિયો શેર કરતા પોતાના સત્તાવાર ટ્વિટર હેંડલથી ટ્વિટ કર્યુ હતું કે, આપ લોકો જેવા મંદબુદ્ધિને ધરતી પર લાવવાની ભૂલ પણ નહેરુએ કરી હતી. કેવા કેવા મંદબુદ્ધિવાળા નેતાઓ રાજ કરી રહ્યા છે. કોંગ્રેસ ધારાસભ્ય જયવર્ધન સિંહે કહ્યુ હતું કે, અંતે માન્યા તો નહીં જ ! મોંઘવારી માટે નહેરુ જવાબદાર. બિચારા મોદીજી શું કરી શકે, તેઓ દેશના પ્રધાનમંત્રી હોત તો કંઈક કરી શકત. નહેરુજી રાજીનામું આપો.

હકીકતમાં જોઈએ તો, ભાજપના મંત્રી વિશ્વાસ સારંગે કહ્યુ હતું કે, જો કોંગ્રેસ મોંઘવારી અને આ દેશની અર્થવ્યવસ્થાને લઈને પ્રદર્શન કરવા માગે છે, તો તેમને 10 જનપદ બહાર કરવા જોઈએ. કારણ કે દેશની આઝાદી બાદ અર્થવ્યવસ્થાને પાયમાલ કરી મોંઘવારી વધારવાનો શ્ર્રેય કોઈને જાય છે તો એ નહેરુ પરિવારને જાય છે.

આગળ તેઓ જણાવે છે કે, મોંઘવારી કંઈ એક દિવસમાં નથી વધતી, અર્થવ્યવસ્થાના પાયો એક જ દિવસમાં નથી રખાતો. 15 ઓગસ્ટ 1947ના રોજ લાલ કિલ્લાની પ્રાચીરથી જવાહરલાલ નહેરુએ જે ભાષણ આપ્યુ હતું. તે ભાષણના કારણે દેશની અર્થવ્યવસ્થા બગડી છે. મોદીજીએ તો છેલ્લા સાત વર્ષમાં અર્થવ્યવસ્થાને સુદ્રઢ બનાવી છે.

READ ALSO

Related posts

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!