GSTV
Home » News » રાજ્યસભાની બંને બેઠકો જીતવા ભાજપ લગાવશે એડીચોટીનું જોર, રણનીતિ કરી તૈયાર

રાજ્યસભાની બંને બેઠકો જીતવા ભાજપ લગાવશે એડીચોટીનું જોર, રણનીતિ કરી તૈયાર

લોકસભા ચૂંટણીમાં તો ભાજપે પ્રચંડ બહુમતી મેળવી લીધી પરંતુ હવે રાજ્યસભાની બન્ને બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે. ત્યારે ભાજપે પક્ષની રણનીતિ પ્રમાણે અત્યારથી જ મહેનત ચાલુ કરી દીધી છે.

હાલની સ્થિતિએ ભાજપને બન્ને સીટો જીતવા 16 જેટલા ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવવુ પડશે. એટલે કે વધુ એક વખત ભાજપ ગઠજોડ કરશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાતમાં રાજ્યસભાના 2 સાંસદો માટે ચૂંટણી થવાની છે. અને પ્રત્યેક બેઠક જીતવા 60 -60 વોટની જરૂર પડશે. સીધી રીતે જ જો મતદાન થાય તો બન્નેને એક એક સાંસદો મળે.

પરંતુ ભાજપના સુત્રો કહી રહ્યા છે કે બન્ને સીટો કબ્જે કરવા ભાજપ તમામ પ્રયાસો કરી રહ્યુ છે. ભાજપને જો બન્ને સીટો જીતવી હોય તો કુલ 121 મતો જોઈએ. અને ભાજપ પાસે સંખ્યાબળ 105 જેટલુ છે. ભાજપને 16 જેટલા ધારાસભ્યોના મત ખૂટી રહ્યા છે ત્યારે હવે સવાલ ક્રોસ વોટિંગનો ઉભો થાય છે.

એક ગણતરી એવી છે કે ભાજપ કોઈ પણ ધારાસભ્યોને તોડશે નહી પરંતુ તેમની પાસે ક્રોસ વોટિંગ કરાવશે. થોડા સમય પહેલા જ કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા ધારાસભ્યને કોંગ્રેસના ધારાસભ્યો પાસે ક્રોસ વોટિંગ કરાવવાની જવાબદારી સોંપાઈ છે. સુત્રોના મતે ભાજપે જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના પ્રભૂત્વવાળી સીટ પર મીટ માંડી છે.

આ ઉપરાંત કોળી, આહીર અને પાટીદાર નેતાઓને પણ જવાદારીઓ સોંપાઈ છે. જેમાં કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા અને પાટીદાર આંદોલન સાથે જોડાયેલા નેતાઓને કોંગ્રેસના ધારાસભ્યો સાથે સંપર્ક બનાવી ક્રોસ વોટિંગ કરાવવાની જવાબદારી સોંપાઈ છે.

તો બીજી તરફ અલ્પેશ ઠાકોર પણ પાછલા બારણે ભાજપને મદદ કરશે. જેમાં અલ્પેશની નજીકના ગેનીબેન ઠાકોર, ધવલસિંહ ઝાલા, ભરતજી ઠાકોર સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. હાલમાં તો ભાજપે રાજ્યસભાની બન્ને બેઠકો જીતવા માટે તમામ શક્તિઓ કામે લગાડી છે.

રાજ્યસભાનો જંગ

  • ગુજરાતમાં બન્ને સીટો કબ્જે કરવા ભાજપના પ્રયાસ
  • બન્ને બેઠકો માટે ૧૨૧ મતો જાઈએ
  • કાંગ્રેસના ૧૬ સભ્યો પાસે ક્રોસ વોટિંગની કવાયત
  • ધારાસભ્યોને તોડ્યા વગર ક્રોસ વોટિંગની રણનીતિ
  • કાંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને જવાબદારી સાંપાઈ
  • જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના પ્રભુત્વવાળી સીટો
  • કોળી, આહીર અને પાટીદાર નેતાઓને જવાબદારી
  • કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, પાટીદાર આંદોલન સાથે જાડાયેલા નેતાઓ
  • કાંગ્રેસના ધારાસભ્યો સાથે સંપર્કની જવાબદારી
  • અલ્પેશ ઠાકોર પણ પાછલા બારણે કરશે મદદ ગેનીબેન ઠાકોર, ધવલસિંહ ઝાલા, ભરતજી ઠાકોર

READ ALSO

Related posts

કાંકરિયા રાઈડ દુર્ઘટના મામલે ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

Mansi Patel

ગુજરાતનાં 70 ધારાસભ્યોને ઇન્કમટેક્ષ વિભાગે નોટીસ ફટકારતા પાટનગરમાં રાજકિય ભૂકંપ

Riyaz Parmar

ઝેરી સર્પે વૃદ્ધને માર્યો ડંખ તો ગુસ્સામાં તે વૃદ્ધે સર્પને ચાવી નાખ્યો પછી થયું એવું કે…

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!