GSTV
Home » News » કોંગ્રેસે આસામના સીએમને આપી નવી ફોર્મ્યુલા, તમે જ મુખ્યમંત્રી રહેશો પણ ભાજપ છોડો

કોંગ્રેસે આસામના સીએમને આપી નવી ફોર્મ્યુલા, તમે જ મુખ્યમંત્રી રહેશો પણ ભાજપ છોડો

ભાજપ માટે નવા વર્ષની શરૂઆત સારી સાબિત થઈ છે. એક તરફ CAA તો બીજી તરફ NRCએ પાર્ટીની મુશ્કેલી વધારી દીધી છે. ઝારખંડની હારના કારણે પણ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ભાજપના હાથમાંથી વધુ એક રાજ્ય છીનવાવવાનું ચર્ચાઈ રહ્યુ છે.અસમ વિધાનસભામાં વિપક્ષના નેતા દેબબ્રત સૈકિયાએ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવલને ભાજપ છોડવા અને તેમની પાર્ટીના સમર્થનથી નવી સરકાર બનાવવાની રજૂઆત કરી છે.

કોંગ્રેસ એક વાર ફરી પૂર્વોત્તર રાજ્યોમાં સક્રિય થતી જોવા મળી છે. આ કડીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સૈકિયાએ કહ્યુ કે નવી સરકાર નાગરિકતા સંશોધન કાયદો અને ભાજપ વિરોધી હશે.

નવી સરકાર બનાવવામાં કોંગ્રેસ મદદ કરશે

CAAની યાદી જારી થયા બાદ અસમ કોંગ્રેસના નેતા દેબબ્રત સૈકિયાએ કહ્યુ કે જો સોનોવલ પોતાના MLAની સાથે ભાજપ છોડે છે તો તેમની પાર્ટી સરકાર બનાવવામાં સોનોવાલની મદદ કરશે. એટલુ જ નહીં નવી સરકારમાં તે મુખ્યમંત્રી પણ હશે. 

કોંગ્રેસે આપ્યો આ ફોર્મ્યુલા 

સૈકિયાએ કહ્યુ કે અસમની વર્તમાન પરિસ્થતિ એ ઈશારો કરે છે કે સોનોવાલે ભાજપ છોડી દેવી જોઈએ. પોતાના 30 ધારાસભ્યોની સાથે નિર્દળીય તરીકે સરકારમાંથી બહાર આવી જવુ જોઈએ. અસમમાં ભાજપ વિરોધી સરકાર બનાવવા માટે તેમનુ સમર્થન કરશે અને તેમને ફરીથી સીએમ બનાવવામાં આવશે.

READ ALSO



Related posts

કોરોના વાયરસ 12 દેશોમાં પહોંચ્યો, એકમાત્ર ચીનમાં જ 41 લોકોનાં મોત

Karan

ભારતીય શિક્ષિકા આવી કોરોના વાયરસની ઝપેટમાં, સારવાર માટે ભાઇએ માગી 1 કરોડની મદદ

Bansari

આ બિઝનેસ જૂથ પાસેથી વિદેશમાં છૂપાવેલી 1,000 કરોડની બેનામી મિલકત ઝડપાઈ, 13 સંકુલમાં ચાલી રહ્યાં છે દરોડા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!