2024ની લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક વર્ષ બાકી છે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓ તૈયારીઓ શરૂ કરી દીધી છે. તાજેતરમાં કરવામાં આવેલા અલગ અલગ સર્વે પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ પાસે અત્યારે જંગી લીડ છે. ભાજપ ત્રીજી વાર સત્તામાં ફરી શકે છે, પરંતુ એક રસ્તો છે, જેને અપનાવવાથી વિપક્ષ બહુમતનો આંકડો હાંસલ કરી શકે છે.

ચૂંટણીઓ પર નજર રાખતી સંસ્થા CSDSના ડેટા પરથી જાણવા મળ્યું છે કે જો ભાજપ સિવાય અન્ય તમામ પક્ષો સાથે મળીને ચૂંટણી લડે તો આગામી લોકસભા ચૂંટણીમાં આ પક્ષોને સરળતાથી બહુમતી મળી જશે. CSDSએ ગયા વર્ષે તમામ પક્ષોની બેઠકો અને વોટ ટકાવારીના આધારે આ આંકડાની ગણતરી કરી છે. સીએસડીએસ ડેટાને કહ્યું કે , “જો ભાજપ સિવાય તમામ પક્ષો સાથે મળીને ચૂંટણી લડે તો ભાજપને 235-240 બેઠકો પર સમેટાઇ જશે, જ્યારે વિપક્ષને 300-305 બેઠકો મળશે તેવી સંભાવના છે.
નોંધનીય છે કે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 303 અને વિપક્ષી પાર્ટીઓને 236 બેઠકો મળી હતી. CSDS એ આ આંકડો છેલ્લી લોકસભા ચૂંટણીમાં ભાજપ અને અન્ય પક્ષોના મત ટકાવારીના આધારે મેળવ્યો છે. ત્યારબાદ કહ્યું કે જો વિપક્ષના પાંચ ટકા વોટ અન્ય પાર્ટીને જાય છે તો ભાજપની સીટો 242-247 અને વિપક્ષને 290-295 સીટો મળી શકે છે. બીજી બાજુ ચૂંટણી વિશ્લેષકે કહ્યું કે જો ભાજપને પડકાર આપવો હોય તો અન્ય પાર્ટીઓએ એક થવું પડશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- દેશના સર્વિસ સેક્ટરમાં થોડી મંદી, મેનો સર્વિસ PMI ઘટીને 61.2 થયો
- નાગરિક ઉડ્ડયન મંત્રાલય, એરલાઇન્સ હવાઈ ભાડામાં વધારા અંગે ચર્ચા કરશે
- મહિલાઓએ સ્વસ્થ રહેવા માટે આ 5 સુપરફૂડ્સનું સેવન જરૂર કરવું જોઈએ, બીમારીઓ અને ત્વચાને લગતી સમસ્યાઓ દૂર રહશે
- મોટી કારની માંગ વધી, જાણો શા માટે સીયાઝ, વરના અને એસયુવી 700ને પસંદ કરવામાં આવે છે?
- અમદાવાદ-મહેસાણા હાઇવે પર મોટો અકસ્માત, કારચાલકે 3 શ્રમિકોને અડફેટે લેતા ત્રણેયના ઘટના સ્થળે મોત