GSTV

કોંગ્રેસ અને જેજેપી પાર્ટીના મનસૂબાઓ પર ફરી જશે પાણી, હરિયાણામાં ભાજપે તૈયાર કર્યો માસ્ટરપ્લાન

હરિયાણામાં ભાજપ બહુમતીના આંકડા સુધી પહોંચવાની કવાયતમાં લાગી ગઈ છે. ભાજપની પાસે બહુમતીના જાદુઈ આંકડા સુધી પહોંચવા 6 ધારાસભ્યોની જરૂર છે, ત્યારે અપક્ષ ઉમેદવાર ગોપાલ કાંડા, રંજીત સિંહે ભાજપને સમર્થન આપવાનો વાયદો કર્યો છે. તો અન્ય અપક્ષ ઉમેદવાર પણ આજે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે.

ત્યારે આ મુલાકાત જ હરિયાણામાં આગામી સરકાર માટે નિર્ણાયક બની શકે છે. ભાજપને સમર્થન આપનારા છ ધારાસભ્યોમાં સિરસાના ગોપાલ કાંડા, રાનિયા વિધાનસભા સીટના રણજીત ચૌટાલા, બાદશાહપુરના રાકેશ દૌલતાબાદ, પૃથલા વિધાનસભા સીટ પરથી નયનપાલ રાવત, દાદરીથી સોપબીર સાંગવાન અને મહમથી બલરાજ કુંડુનું નામ છે.

બે ધારાસભ્યને ભાજપના એક સાંસદ ગુરૂવારે દિલ્હી લઈ આવ્યા હતા. અપક્ષ ધારસભ્ય ગોપાલ કાંડા અને રણજીત સિંહને સિરસાની સાંસદ સુનીતા દુગ્ગલ એક ચાર્ટડ વિમાનમાં દિલ્હી લઈ આવ્યા હતા.

READ ALSO

Related posts

જો સોશિયલ મિડીયામાં આવા વીડિયો પોસ્ટ કરશો તો ગુનો નોંધાશે

Karan

અમેરિકામાં કોરોના મોટે પાયે ફેલાયા બાદ હવે ટ્રમ્પને ડહાપણ સુઝ્યું, 100 દિવસમાં 1 લાખ વેન્ટિલેટર કરશે તૈયાર

Karan

Photos: Corona સામેની જંગ માટે રેલ્વે સજ્જ, ટ્રેનમાં આ રીતે બનાવ્યાં ક્વોરેન્ટાઇન સેન્ટર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!