GSTV

BIG NEWS / કેજરીવાલના આગમન પૂર્વે જ ગુજરાતમાં રાજકીય હલચલ, મહેસાણા અને સુરતમાં ભાજપને મોટો ઝટકો

Last Updated on June 13, 2021 by Dhruv Brahmbhatt

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનાર 2022ની વિધાનસભા ચૂંટણીને લઇને અત્યારથી જ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે આ વખતે રાજ્યમાં આમ આદમી પાર્ટી પણ ત્રીજા પક્ષ તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવી રહી છે. ખુદ આવતી કાલે તેઓ અમદાવાદ આવી રહ્યા છે. આ માટે અરવિંદ કેજરીવાલ પણ આવતી કાલે ગુજરાત આવી રહ્યાં છે ત્યારે તમને જણાવી દઇએ કે, બે મહિના પહેલા જ રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં સફળતા મેળવતા ‘આપ’ ની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી થઇ હતી. ત્યારે હવે ભરીથી રાજ્યમાં સુરતમાં ભાજપ માટે મુશ્કેલી ઊભી થઇ હોવાનું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે.

આમ આદમી પાર્ટીમાં ભાજપના કાર્યકર્તાઓ ધીરે-ધીરે એન્ટ્રી મારી રહ્યાં છે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત પૂર્વે જ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપને મોટો ઝટકો મળ્યો છે. આમ આદમી પાર્ટીમાં ભાજપના કાર્યકર્તાઓ ધીરે-ધીરે એન્ટ્રી મારી રહ્યાં છે. વાત કરીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વિસ્તાર મહેસાણાની તો અહીંયા 50થી વધારે યુવાનોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે ત્યાં બીજી બાજુ સી.આર.પાટીલના ગઢ ગણાતા સુરતના લિંબાયત વિસ્તારમાંથી પણ 60થી વધારે ભાજપના કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. જેથી એવું લાગી રહ્યું છે કે, જાણે ભાજપના પગ નીચેથી રાજકીય બાજી સરકી રહી છે.

રાજસ્થાની મારુ પ્રજાપતિ સમાજ સુરતના પ્રમુખ વશરામભાઈ પ્રજાપતિ તથા ઉપપ્રમુખ સંજયભાઈ પ્રજાપતિની સાથે પર્વતપાટિયા અને લીંબાયતમાંથી 60થી વધુ કાર્યકર્તાઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પર્વત પાટિયાની રાજસ્થાની સમાજમાં ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ સારી પક્કડ છે. આ વિસ્તારની અંદર ભાજપ ખૂબ સક્રિય રીતે પણ કામ કરતું રહ્યું છે. પરંતુ હવે એ જ વિસ્તારના કાર્યકર્તાઓ આપમાં જોડાતા અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે.

અત્રે મહત્વનું છે કે, આમ આદમી પાર્ટીના આ પ્રવેશવિધિ કાર્યક્રમમાં કાર્યકર્તાઓને આવકારવા માટે સુરત મહાનગર પાલિકાના વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી, શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયા, શહેર સંગઠન મંત્રી રજનીભાઇ વાઘાણી, શહેર ઉપાધ્યક્ષ રમેશભાઇ પરમાર તથા શહેર ટીમના સાથી ઇ. કે. પાટીલ અને દિપકભાઈ પાટીલ હાજર રહ્યાં હતાં અને નવા જોડાનારા સૌ આગેવાનોને તેઓએ આવકાર્યા હતાં.

નરેશ પટેલે પણ આમ આદમી પાર્ટીની કોરોના કાળની કાર્યપદ્ધતિને બિરદાવી હતી

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે મળેલી પાટીદાર સંગઠનોની મીટિંગ દરમિયાન નરેશ પટેલે પણ આમ આદમી પાર્ટીની કોરોના કાળની કાર્યપદ્ધતિને બિરદાવતા રાજ્યમાં રાજકીય માહોલ પણ ગરમાયો હતો. ત્યારે હવે ક્રમશઃ ભાજપના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાતા ક્યાંક ને ક્યાંક ભાજપની ચિંતામાં હવે વધારો થાય તો કંઇ નવાઈ નહીં!

5 દિવસ પહેલાં જ 300 કાર્યકર્તાઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો હતો

તાજેતરમાં જ કામરેજ વિધાનસભા બેઠકોમાં 300 કાર્યકર્તાઓ આપમાં જોડાઈ ગયા હતાં.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સબ સલામતના દાવાઓ પોકળ: આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચું નાખીને બે કરોડની લૂંટ, ગણતરીની મિનીટોમાં આરોપી ઝડપાયો

pratik shah

સુરત પોલીસ દ્વારા આગામી 25 ઓગસ્ટ સુધી આઈ ફોલો કેમ્પઈનનું આયોજન, લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાશે

pratik shah

Tokyo Olympics: સિલ્વર ગર્લ મીરાબાઈ ચાનૂને મળી શકે છે ગોલ્ડ મેડલ, ચીની ખેલાડી પર ડોપની આશંકા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!