GSTV

શરમ કરો/ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોનું કારણ મનમોહન સરકાર, મોદીના માથે માછલાં ધોવાતાં ભાજપનો નવો પ્રોપેગેન્ડા

Last Updated on June 23, 2021 by Zainul Ansari

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવોના કારણે મોદીના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે ત્યારે હવે ભાજપે તેને માટે પણ ડો. મનમોહનસિંહની સરકારને જવાબદાર ગણાવી છે.

ભાજપનો દાવો છે કે, યુપીએ સરકારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને આપેલા ઓઈલ બોન્ડના બોજના કારણે સરકાર પેટ્રોલ-ડીઝલ પરના કમરતોડ કરવેરા ઘટાડી શકતી નથી તેથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટતા નથી. યુપીએ સરકારે કંપનીઓને સબસિડીની રકમ તાત્કાલિક ના ચૂકવવી પડે તેથી આ બોન્ડ આપેલા કે જેના પર સાડા છ ટકાથી આઠ ટકા સુધી વાર્ષિક વ્યાજ ચૂકવાય છે.

અર્થશાસ્ત્રીઓના મતે, ભાજપની દલીલ હાસ્યાસ્પદ અને બકવાસ છે. કોઈ પણ ખર્ચનો બોજ તાત્કાલિક ના આવે એ માટે આ પ્રકારના બોન્ડ દરેક સરકાર બહાર પાડે છે. સરકાર છેલ્લાં કેટલાંક વર્ષોથી સરકારી બેંકોને રીકેપિટલાઈઝેશન બોન્ડ આપે જ છે. બીજું એ કે આ બોન્ડની રકમ સરકારી કંપનીને જ ચૂકવાય છે તેથી અંદરોઅંદરનો મામલો છે. તેના કારણે સરકાર એક્સાઈઝ સહિતના ટેક્સમાં ઘટાડો ના કરી શકે એ વાત સાવ મૂર્ખામીપૂર્ણ છે.

Read Also

Related posts

મેઘો અનરાધાર: રાજ્યમાં સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, હજી ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત

pratik shah

ચેતી જજો: રાજ્યમાં ખતરનાક કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટનો પગ પેસારો, બને ત્યાં સુધી બિનજરૂરી બહાર જવાનું ટાળજો

pratik shah

આતંક/ તાલિબાની આતંકવાદીઓની લોહિયાળ રમત, ગજની જિલ્લામાં 43 લોકોની ગોળી મારી કરી હત્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!