GSTV
Gujarat Government Advertisement

હવે ભરાયું/ ભાજપ ગમે તે ધમપછાડા કરે ફાયદો તો અંતે મમતા બેનરજીને જ થશે : આ 2 સીટો તો જશે, લાગ્યો છે આ ડર

મમતા

Last Updated on May 12, 2021 by pratik shah

પશ્ચિમ બંગાળમાં કારમી હાર પછી ભાજપ માટે મૂંઝવણભરી સ્થિતી પેદા થઈ છે. ભાજપે લોકસભામાં જીતનારા ચાર સાંસદોને બંગાળ વિધાનસભાની ટિકિટ આપી હતી. આ પૈકી બાબુલ સુપ્રિયો, લોકેટ ચેટરજી ભૂંડી રીતે હારી ગયા છે જ્યારે દિનહાટના સાંસદ નિશિથ પ્રમાણિક અને સાંતિપુરના સાંસદ જગન્નાથ સરકાર જીતી ગયા છે.

મમતા

ભાજપ માટે બંનેને ધારાસભ્યપદે ચાલુ રાખવા કે લોકસભાના સભ્યપદે ચાલુ રાખવા તેની છે. બંનેને ધારાસભ્યપદે ચાલુ રખાય તો લોકસભામાં ભાજપના બે સભ્ય ઘટે. બંનેને સાંસદ તરીકે ચાલુ રખાય તો વિધાનસભામાં ભાજપના બે સભ્યો ઓછા થાય. મમતા જે રીતે જીત્યાં છે એ જોતાં લોકસભા કે વિધાનસભાની પેટાચૂંટણી કરાય તેમાં તૃણમૂલ કોંગ્રેસ જીતે એવી પ્રબળ શક્યતા છે. ભાજપ ગમે તે વિકલ્પ પસંદ કરે, ફાયદો મમતા બેનરજીને જ થાય તેથી ભાજપ અવઢવમાં છે.

બંગાળ

ફાયદો મમતા બેનરજીને જ થાય તેથી ભાજપ અવઢવમાં

ભાજપને બીજી પણ ચિંતા છે. વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત પછી પેટાચૂંટણીમાં પણ જીત દ્વારા મમતા ભાજપ સામે સર્વોપરિતા સાબિત કરે તેના કારણે ભવિષ્યમાં તૃણમૂલમાંથી ભાજપમાં આવવા કોઈ તૈયાર ના થાય.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!