GSTV

BJPએ અરૂણ જેટલીનાં સફર પર બનાવ્યો VIDEO, અમિત શાહે કર્યો શેર

બીજેપી નેતા અને પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલી હવે આપણી વચ્ચે રહ્યા નથી. લાંબી બીમારી બાદ અરૂણ જેટલીનું શનિવારે બપોરે એમ્સ(AIIMS)માં નિધન થઈ ગયુ હતુ. અરૂણ જેટલી ન ફક્ત બીજેપીનાં મોટા નેતા હતા, પરંતુ સુપ્રિમ કોર્ટનાં વરિષ્ઠ વકીલોમાં પણ તેઓ સામેલ હતા. અરૂણ જેટલી જ્યારે પણ લોકસભામાં બોલતા તો તેમને સાંભળવા માટે વિપક્ષી દળોનાં નેતાઓ પણ તેમના કાયલ થઈ જતા હતા. અરૂણ જેટલી એક પ્રખર વક્તા હતા. ભારતીય જનતા પાર્ટીએ તેમના નિધન પર એક વીડિયો તૈયાર કર્યો છે. જેમાં તેમના સંઘની સાથે જોડાવાને લઈને નાણા મંત્રી બનવા સુધીની સફરને બતાવવામાં આવી છે. આ વીડિયોને ગૃહમંત્રી અમિત શાહે પોતાના ટ્વીટર એકાઉન્ટમાં પણ શેર કર્યો છે.

4મિનિટ 36 સેકન્ડનાં આ વીડિયોમાં અરૂણ જેટલીના જીવનના દરેક ક્ષણને સ્પર્શવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લોકસભામાં તેમના ભાષણથી લઈને કોઈ પણ મુદ્દાપર તેમની દ્રષ્ટિ દર્શાવવામાં આવી છે. આ વીડિયોને બીજેપીએ ટ્વીટર પર નાંખતા પહેલાં ટ્વીટ કરીને લખ્યુ હતુકે, ભારતે આજે એક મુખર સાંસદ ગુમાવ્યા છે. દેશની સુપ્રિમ કોર્ટે એક મેઘાવી વકીલને ગુમાવ્યા છે અને ભાજપે તેના યશસ્વી નેતાઓમાંથી એક નેતાને ગુમાવ્યા છે. પરમાત્માને પ્રાર્થના છેકે, તેમની આત્માને ચિર શાંતિ આપે.

ઉલ્લેખનીય છેકે, પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનું લાંબી બિમારી બાદ શનિવારે બપોરે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં 67 વર્ષે નિધન થયુ હતુ. અરૂણ જેટલીને 9 ઓગષ્ટે એમ્સમાં છાતીમાં સંક્રમણ અને શ્વાસ લેવામાં મુશ્કેલી થયા બાદ દાખલ કરાયા હતા. જોકે, ડોક્ટરોનાં પ્રયાસો છતાં તેમની તબિયત સતત બગડતી રહી હતી. અને બાદમાં તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. નિધન બાદ જેટલીનાં પાર્થિવ શરીરને દિલ્હીનાં કૈલાશ કોલોની સ્થિત તેમના આવાસ પર લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ ગૃહ મંત્રી અમિત શાહ સહિત વિભિન્ન નેતાઓએ તેમને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.

READ ALSO

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

કોરોનાકાળમાં જીવના જોખમે નોકરી કરતા બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે નીતિન પટેલને આ મામલે લખ્યો પત્ર

Nilesh Jethva

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!