વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે પ્રતિષ્ઠાનો મુદ્દો બની ગઈ છે. આ જ કારણ છે કે ભાજપ આ ચૂંટણીઓમાં પ્રચાર કરવામાં કોઈ કસર છોડી રહી નથી. ભાજપ ગુજરાતમાં 18 નવેમ્બરથી જોરદાર ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ઘટનાક્રમથી વાકેફ લોકોએ કહ્યું કે પાર્ટીએ વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓને એક દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વિધાનસભા મતવિસ્તારોમાં જાહેર સભાઓને સંબોધિત કરવાનો નિર્દેશ આપ્યો છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાજ્યમાં જોરશોરથી પ્રચાર કરશે.

150 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો
મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળથી રાજ્યની સત્તા પર સતત કબજો જમાવી રહેલી ભાજપે રાજ્યની 182 વિધાનસભા બેઠકોમાંથી 150 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દ્વિધ્રુવીય જંગ તરીકે જોવામાં આવતી હતી, પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીએ બંને પક્ષો માટે પડકાર ઉભો કર્યો છે. ઘણી બેઠકો પર ત્રિકોણીય મુકાબલો થવાની સંભાવના છે.
નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાજ્યમાં પ્રચાર કરશે
પાર્ટીના એક કાર્યકર્તાએ નામ ન આપવાની શરતે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ રાજ્યમાં પ્રચાર કરશે. પાર્ટીએ વરિષ્ઠ મંત્રીઓને ‘કાર્પેટ બોમ્બિંગ’ અભિયાન માટે 18 નવેમ્બરથી રાજ્યમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે પાર્ટી એક કેન્દ્રિત અભિયાન ચલાવી રહી હોય. 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીઓમાં પણ, પાર્ટીએ તમામ 182 મતવિસ્તારોમાં તેની જીત સુનિશ્ચિત કરવા માટે આવી ‘કાર્પેટ બોમ્બિંગ’ પ્રચાર પદ્ધતિ પર આધાર રાખ્યો હતો.
પ્રથમ તબક્કાના મતદાન પહેલા લોક સંવાદ માટે હાજર રહેશે
પાર્ટી આવા ગઢ જીતવા માટે ડોર ટુ ડોર પ્રચાર, રેલીઓ, નાની જાહેર સભાઓ અને અન્ય કાર્યક્રમો પર આધાર રાખે છે. આવા ચૂંટણી પ્રચાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમોની આસપાસ કેન્દ્રિત છે. આ ચૂંટણીઓમાં પણ રાજ્યભરના વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ પાર્ટીની કામગીરી સમજાવવા અને પ્રથમ તબક્કાના મતદાન પહેલા લોક સંવાદ માટે હાજર રહેશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. આ સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાનો પણ કાર્યક્રમ નિર્ધારિત છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી