ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ગઢ નાગપુરમાં પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. નાગપુરના ધાપેવાડામાં યોજાયેલી જિલ્લા પરિષદની ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો છે. અહીંથી કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે અને 31 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની ગઈ છે.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનું ગામ ધપોવાડાના નાગપુરમાં જ આવે છે. તેથી માનવામાં આવી રહ્યુ છે કે, અહીં ભાજપની સારી પકડ છે. જિલ્લા પરિષદ ચૂંટણીમાં ધાપેવાડા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર ડોંગરેને સારા મતથી જીત મળી છે.

એક તરફ જ્યાં મહેન્દ્ર ડોંગરેને 9,444 મત મળ્યા છે, તો બીજી તરફ ભાજપના ઉમેદવાર મોમકુંવરને માત્ર 5501 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે,ધાપેવાડની બેઠક ત્રણ વખતની ભાજપના કબ્જામાં હતી, પરંતુ આ વખતે કોંગ્રેસે માત આપી દીધી છે.

કલમેશ્વર તાલુકાની બેઠક આ વખતે SC માટે સુરક્ષિત હતુું, પરંતુ નાગપુર જિલ્લા પરિષદમાં કુલ 58 બેઠક છે. આ ચૂંટણી માટે મંગળવારે મતદાન યોજાયું હતું અને બુધવારથી આ બેઠકો પર મતગણના શરૂ થઈ ગઈ હતી. જો કે, આ ચૂંટણીમાં ભાજપને મોટી હાર મળી છે.

નોંધનીય છે કે, ભાજપના સંરક્ષણ માટે હંમેશા તૈયાર રહેતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું મુખ્ય મથક પણ નાગપુરમા જ છે. તે સ્થિતિમાં આ પાર્ટી માટે એખ મોટી હાર ગણી શકાય છે.
READ ALSO
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી