GSTV
Home » News » ભાજપને 3 રાજ્યોમાં કોંગ્રેસે નહીં ચૂંટણીપંચે હરાવ્યું, મોદીને ભારે પડી ગયો આ નિર્ણય

ભાજપને 3 રાજ્યોમાં કોંગ્રેસે નહીં ચૂંટણીપંચે હરાવ્યું, મોદીને ભારે પડી ગયો આ નિર્ણય

પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ત્રણમાં કોંગ્રેસે જીત મેળવી લીધી છે. જોકે મુખ્યપ્રધાન કોણ બનશે તેને લઈને મંથન ચાલી રહ્યું છે. આજે છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યપ્રધાનની જાહેરાત થઈ શકે છે. આજે રાહુલ ગાંધી રાજસ્થાન અને મધ્યપ્રદેશના પર્યવેક્ષકો સાથે બેઠક કરવાના છે. જે બાદ તેઓ મુખ્યપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત કરી શકે છે. અામ કોંગ્રેસે 3 રાજ્યો જીતીને ભાજપને પછડાટ તો આપી દીધી છે પણ વાસ્તવિકતા એ પણ છે કે, આ કોંગ્રેસની જીત નહીં પણ ભાજપની હાર છે.

રાજસ્થાનમાં રાજ કરનારી વસુંધરા રાજેને પ્રજાએ નકારી દીધી છે.  રાજસ્થાનની 199 વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થયા છે. મતગણતરીના અંતે કોંગ્રેસને 99 બેઠક, ભાજપને 73 બેઠક, બીએસપીને 6 બેઠક, અપક્ષને 13 બેઠક અને અન્યને 8 બેઠક મળી છે…રાજસ્થાનમાં પણ કોંગ્રેસ સૌથી વધુ બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. આ તમામ બાબતોમાં જોઈએ તો પ્રજાએ ભાજપ સામે સૌથી મોટી નારાજગી દર્શાવી છે. નોટાના વોટ ભાજપ સામે સૌથી વધુ પડ્યા છે.

રાજસ્થાનમાં નોટાના વોટે રિઝલ્ટમાં ફેરફાર કર્યો

સીટકોણ જીત્યુજીતનું અંતરનોટાને કેટલા વોટ મળ્યા
આસંદીજબ્બર સિંહ1512943
ચૌમૂંરામલાલ12881859
માલવીયનગરકાલીતરણ17042371
પોખરણસાલેહ મોહમ્મદ8721121
મારવાડ જંક્શનખુશવીર સિંહ2712719
મકરાનારુપારામ11881550
દાંતારામગઢનીરેન્દ્ર સિંહ9201180
ફતેહપુરહાકમ ખાન8601165
બેગુરાજેન્દ્ર વિધૂડી16613165
પીલીબંગાધર્મેન્દ્ર2782441
ચુરુરાજેન્દ્ર રાઠોડ18501816
ખેતડીજિતેન્દ્રસિંહ9571377

રાજસ્થાનમાં ગત ચૂંટણીમાં 5,89,923 મતદારોએ નોટામાં મતદાન કર્યું હતું. આ વખતે 4,67,785 લોકોએ નોટામાં મતદાન કર્યું છે. આમ આ વખતે ગયા વર્ષની સરખામણીએ 1,22,147 વોટ નોટામાં ઓછા પડ્યા છે.

છત્તીસગઢની 8 સીટ પર નોટાનો પ્રભાવ રહ્યો

સીટજીતનું અંતરનોટા
કોટા30263942
અકલતરા18542242
બાલૌદાબાજાર21293167
ખૈરાગઢ8703068
કોંડાગાંવ17965146
નારાયણપુરા26476858
દંતેવાડા21729929
ધમતરી464551

મધ્યપ્રદેશની આ 9 સીટ પર કોંગ્રેસને થયો ફાયદો

મધ્યપ્રદેશમાં કોંગ્રેસને સરકાર રચવા માટે રાજ્યપાલઆનંદીબહેન પટેલે આમંત્રણ આપી દીધું છે.  મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 114 બેઠકો પ્રાપ્ત થઈ છે. સરકાર બનાવવા માટે 116ના ધારાસભ્યોના સમર્થનની જરૂર છે. ભાજપને 109 બેઠકો મળી છે. એમપીમાં નોટાને પગલે મધ્ય પ્રદેશની 9 બેઠકો પર કોંગ્રેસને ફાયદો થયો છે. આ 9 સીટો ભાજપને ફાળે ગઈ હોત તો આજે ચિત્ર અલગ હોત એ નક્કી છે.

સીટપક્ષવોટનોટા
બ્યાવરાકોંગ્રેસ8261481
દમોહકોંગ્રેસ7981299
ગ્વાલિયર દક્ષિણકોંગ્રેસ1211550
જબલપુર ઉત્તરકોંગ્રેસ5781209
જોબટકોંગ્રેસ20565139
મંધાતાકોંગ્રેસ12361575
નેપાલનગરકોંગ્રેસ12642551
રાજપુરકોંગ્રેસ9323358
સુનાસરાકોંગ્રેસ3502976

Related posts

ટ્રાફિક નિયમો : ગુજરાતીઓ પાસેથી 5,100 કરોડ ખંખેરવાનો સરકારનો આ છે માસ્ટરપ્લાન

Mayur

મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી, જાહેર કર્યુ ‘રેડ એલર્ટ’… શાળા-કોલેજો બંધ

Arohi

એકલા તમે જ નથી દંડાતા, સીએમ રૂપાણીની કારના 2 અને અમદાવાદના મેયરની ગાડીના 4 મેમો ફાટ્યા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!