GSTV
Home » News » કેજરીવાલને દિલ્હીમાં પછાડવા ભાજપની આ સીટો પર છે નજર, પીકે અને એકે મોદીને હરાવવા એક થયા

કેજરીવાલને દિલ્હીમાં પછાડવા ભાજપની આ સીટો પર છે નજર, પીકે અને એકે મોદીને હરાવવા એક થયા

દિલ્હીમાં બે દાયકા કરતાં લાંબા સમયગાળાથી સત્તાવંચિત રહેલો ભાજપ એ સ્થાને પહોંચવા માટે વર્તમાન શાસક આપને હટાવવા માટેના કપરા કામને સિધ્ધ કરવા દિલ્હી વિધાનસભાની 12 અનામત બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. આગામી વર્ષના આરંભે યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદારોને આકર્ષવા દિલ્હી ભાજપના અનુસૂચિત જાતિ મોરચાએ વ્યક્તિગત અનુસૂચિત જાતિના મતદારો સાથે નવેમ્બર મહિનાથી સામાજિક સંમેલનો યોજવાનું શરૂ કર્યું છે.

અત્યાર સુધી વાલ્મિકી, જાટવ, ખાટિક, ધાનુક, માલ્લાહ વગેરે સહિતની 13 અનુસૂચિત જાતિઓ સાથે બેઠકો યોજાઇ ચૂકી છે. આગામી દિવસોમાં થોડીક વધુ બેઠકોનું આયોજન છે, એમ દિલ્હી ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ મોહનલાલ ગિહારાએ જણાવ્યું. છેક 1998 થી દિલ્હીમાં સત્તા ગુમાવી ચૂકેલા ભાજપે, જયાં અનુસૂચિત જાતિ અને મુસ્લિમ મતદારો નિર્ણાયક બને છે એવી વિધાનસભાની લગભગ 20 બેઠકો પર દયનીય પણે ખરાબ દેખાવ કર્યો છે.

આ બેઠકોના પરિણામો, વિધાનસભા ચૂંટણીમાં જીતવાની ભાજપની તકોને વધારી કે બગાડી શકે છે. એમ એમણે ઉમેર્યું. મતદારો સુધી પહોંચવાના ભાજપના પ્રયાસોને અનુસૂચિત જાતિઓના મતદારોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો છે.અત્રે યોજાયેલા સામાજિક સંમેલનોમાં અનુસૂચિત જાતિના લોકોને એમના સન્માનનો પડઘો સંભળાયો કે જેની એમને અપેક્ષા રહે છે. ઉજ્જવલા યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓના મોટા ભાગના લાભાર્થીઓ અનુસૂચિત જાતિના હોય છે, એમ ગિહારાએ ઉમેર્યું.

READ ALSO

Related posts

WHOની ચેતવણી: ઈરાનમાં કોરોનાથી 34નાં મોત, ચીનમાં મૃત્યુ આંક 2800ને પાર

Bansari

કોરોનાએ કડાકો બોલાવ્યો : ભારતના બે મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિમાં કુલ 42,381 કરોડનો ઘટાડો

Mayur

રાકેશ અસ્થાનાની સામે લાંચ કેસમાં પુરતા પુરાવા હોવા છતાં આપવામાં આવી ક્લિનચીટ, સીબીઆઈ કોર્ટમાં ઘટસ્ફોટ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!