GSTV
India News ટોપ સ્ટોરી

ઝટકો/ ભાજપના રાજ્યો પર મોદી-શાહનો દબદબો ઘટ્યો, સ્થાનિક નેતાઓની મનમાનીથી દિલ્હીથી સતત દોડી રહ્યા છે મેનેજરો

ભાજપની કેન્દ્રીય નેતાગીરી છેલ્લા કેટલાક સમયથી તેમના શાસન હેઠળના રાજ્યોમાં અસંતોષનો સામનો કરી રહી છે. આ દર્શાવે છે કે નરેન્દ્ર મોદી-અમિત શાહની જોડીની પક્ષની મશીનરી પરની લોખંડી પક્કડ હળવી થઈ રહી છે. છેલ્લા કેટલાક સપ્તાહોમાં પક્ષના કેન્દ્રીય મેનેજરોએ પક્ષની અંદરના અસંતોષને ઠારવા માટે ઉત્તરપ્રદેશ, કર્ણાટક, ગોવા, ગુજરાત અને ત્રિપુરા સુધી દોડવું પડયું છે.

ભાજપ

તેમાં પણ ચૂંટણી નજીક છે તેવા રાજ્ય ઉત્તરપ્રદેશમાં તો આ સંઘર્ષ ઉત્તરોતર વધી રહ્યો છે. ભાજપની કેન્દ્રીય ટીમે લખનઉની મુલાકાત લીધી અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મોદી અને શાહ સાથે સંઘર્ષ કરીને પછી દિલ્હી જઈને તેમની સાથે મંત્રણા કર્યા પછી પણ અસંતોષ ઠરવાનું નામ લેતો નથી. કર્ણાટકમાં અસંતુષ્ટો ૭૮ વર્ષના મુખ્યપ્રધાન બી.એસ. યેદિયુરપ્પાને ઉથલાવવાના દ્રઢ નિર્ધાર સાથે કામ કરી રહ્યા છે. ગોવામાં યુવા મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત અને તેમના કેટલાક પ્રધાનો વચ્ચેના મતભેદો સપાટી પર આવ્યા છે.

અમિત

રાજસ્થાનમાં થોડા સમયની શાંતિ પછી વસુંધરા સમર્થકો ફરી સક્રિય થયા છે. વિધાનસભાની ચૂંટણીમાં વસુંધરાને મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર જાહેર કરવાની માગણી સાથેની રજૂઆતોનો મારો ચાલતાં હાઈકમાન્ડે પ્રભારી અરૂણ સિંહને જયપુર મોકલવા પડયા છે.

અરૂણ સિંહને જયપુર એરપોર્ટ પર લેવા વસુંધરાના સમર્થક ધારાસભ્યો કાલીચરણ શર્રાફ અને સુમન  શર્મા ગયા હતા. તેમની હાજરીમાં વસુંધરા સમર્થકોએ વસુંધરાને મુખ્યમંત્રીપદનાં ઉમેદવાર બનાવવાના નારા લગાવતાં અકળાયેલા સિંહે કહી દીધું કે, ભાજપમાં કોને મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનાવવા એ સમર્થકો નહીં પણ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે છે. 

સિંહે ભાજપના મુખ્યાલય ખાતે પ્રદેશ મહામંત્રીઓ અને મોરચાના પ્રમુખો સાથે બેઠકો કરી ત્યારે પણ સતત વસુંધરાના સમર્થનમાં રજૂઆતો થતી રહી. વસુંધરાના સમર્થક ભવાનીસિંહ રાજાવતે મીડિયા સામે કહ્યું કે, જે રીતે ભાજપમાં રાષ્ટ્રીય સ્તરે મોદી છે એ રીતે રાજસ્થાનમાં વસુંધરા છે. બીજા એક નેતાએ કહ્યું કે, રાજસ્થાનમાં ભાજપમાંથી મુખ્યમંત્રીપદના ૧૫ દાવેદાર ફરે છે પણ કોઈ તેમને પૂછતું નથી. હાલની પ્રદેશ નેતાગીરીમાં કોઈ દમ નથી, કોઈમાં દમ હોય તો એ વસુંધરામાં છે.

ઉત્તરપ્રદેશમાં ભાજપના નવા નીમાયેલા ઉપપ્રમુખ એ.કે. શર્માએ પ્રદેશપ્રમુખ સ્વતંત્રદેવ સિંહને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેજા હેઠળ લડવામાં આવશે. પરંતુ ઉત્તરપ્રદેશના શ્રમપ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે ચૂંટણી પછી પક્ષની નેતાગીરી મુખ્યપ્રધાન અંગે નિર્ણય કરસે. નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ અગાઉ બરેલી ખાતે જણાવ્યું હતું કે પક્ષની દિલ્હી ખાતેની નેતાગીરી આગામી ચૂંટણી કોના નેજા હેઠળ લડવી તે નક્કી કરશે. આમ સ્વતંત્રદેવસિંહે ગયા સપ્તાહે વિધાનસભા ચૂંટણી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેજા હઠળ લડાશે તેવા કરેલા નિવેદનથી વિપરીત નિવેદન કર્યુ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

દુનિયાના ૪૫ દેશોના પાંચ કરોડ લોકો ભૂખમરાથી પીડિત : યુએન

GSTV Web Desk

મુંબઈ / દશેરાએ શિવસેનાનાં બન્ને જૂથ કરશે શક્તિપ્રદર્શન, હાઈકોર્ટે આ મામલે કરી ટીકા

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી અશોક ગેહલોત સામે હશે નવા પડકાર

Hemal Vegda
GSTV