ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ ભાજપ સંગઠન પર વર્ચસ્વ જમાવવાના રાજકીય દાવપેચની સાથે ઈમેજ બિલ્ડિંગ ક્વાયત પણ શરૂ કરી છે. તેના ભાગરૂપે નડ્ડા ભારતયાત્રા પર નિકળે એ પહેલાં રાષ્ટ્રીય ટીવી ચેનલો પર તેમના ઈન્ટરવ્યૂનો મારો ચાલશે. બિહારના પરિણામો આવ્યા પછી નડ્ડાની ટીમ મીડિયાના કવરેજમાં બિહારની જીતનો જશ નડ્ડાને મળે એ માટે મચી પડી છે.

મીડિયાના કવરેજમાં બિહારની જીતનો જશ નડ્ડાને મળે એ માટે મચી પડી
ઉલ્લેખનીય છે કે જેપી નડ્ડાની ટીમ એ વાત પર ભાર મૂકે છે કે, ભાજપે બિહારમાં નડ્ડાના નેતૃત્વમાં જીત મેળવી છે એ વાતનો ઉલ્લેખ ચોક્કસ કરજો. હવે પાંચ મહત્વનાં રાજ્યોમાં ચૂંટણી છે તેની વ્યૂહરચના પણ નડ્ડા તૈયાર કરી રહ્યા છે એ વાત પર ભાર મૂકજો.
પાંચ મહત્વનાં રાજ્યોમાં ચૂંટણી છે તેની વ્યૂહરચના પણ નડ્ડા તૈયાર કરી રહ્યા છે એ વાત પર ભાર મૂકજો
ભાજપનાં સૂત્રોના મતે, નડ્ડા એક સમયે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી બનવા માંગતા હતા પણ રાષ્ટ્રીય રાજકારણમાં મળેલી તકના પગલે હવે તેમની મહત્વાકાંક્ષા વધી છે. નડ્ડા હવે પોતાને મોદીનું સ્થાન લેવા માટે લડી રહેલા યોગી આદિત્યનાથ અને અમિત શાહ જેવા ભાજપના નેતાઓની હરોળમાં ગણે છે તેથી તેમના રસ્તે ચાલીને મીડિયામાં છવાઈ જવા માગે છે.
READ ALSO
- સરકારના તમામ દાવાઓ પોકળ! કોરોના રીક્વરી રેટમાં ગુજરાત પછડાયું, ટોચના 28 રાજ્યોમાં પણ નથી આવ્યો નંબર
- કંગાળ પાકિસ્તાન: કોરોના રસી ખરીદવા પણ નથી પૈસા, દેવુ વધતા ‘જિન્નાહ’ની ઓળખને ગીરવે મુકશે ઇમરાન
- ખેડૂત આંદોલનમાં ઉતર્યા શરદ પવાર અને આદિત્ય ઠાકરે, આઝાદ મેદાનમાં રેલીને કરશે સંબોધિત
- દિલ્હી આંદોલનના પડઘાં ગુજરાતમાં, 100 ટ્રેકટરો સાથે રાજ્યના અન્નદાતા કિસાન પરેડમાં જોડાશે: રૂપાણી સરકારીની ઉડી ઉંઘ
- બુલેટ ટ્રેન પ્રોજેકટ/ સમુદ્ર નીચે સુરંગ બનાવવા માટે 7 ભારતીય કંપનીએ દેખાડયો દમ