GSTV
Home » News » રાજ્યસભાની ચુંટણી પહેલાં ભાજપના ધારાસભ્યોની પુનઃ બેઠક યોજાઇ

રાજ્યસભાની ચુંટણી પહેલાં ભાજપના ધારાસભ્યોની પુનઃ બેઠક યોજાઇ

રાજ્યસભાની ચુંટણી પહેલાં ભાજપના ધારાસભ્યોની પુનઃ બેઠક યોજાઇ હતી. ગુજરાત વિધાનસભા ખાતે કોન્ફરન્સ હોલમાં આ બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં ભાજપના ઉમેદવાર એસ જયશંકર ઉપસ્થિત રહ્યા હતા. તો સીએમ, ડે.સીએમ તેમજ પક્ષ પ્રમુખ સહિતના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા છે. નોંધનીય છે કે આવતીકાલે રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી યોજાઇ રહી છે. જેને લઇને આ બેઠકમાં ચર્ચા કરાઇ છે.

rajya sabha bjp

ત્યારે મહત્તવનુ છે કે રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ધારાસભ્યોને રાજ્ય બહાર લઈ જવાની કવાયત આદરી દીધી છે. જેના કારણે 2017 જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મતદાન કરનારા ધારાસભ્યો તૂટે નહીં આ માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસનાં ધારાસભ્યોને પાલનપુરના બાલારામ રિસોર્ટ ખાતે લઇ જવાયા છે. ગુજરાતમાં કોંગ્રેસના કુલ 71 ધારાસભ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા થયેલી ખેંચતાણમાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યો વંડી ટપી ભાજપમાં ચાલ્યા ગયા હતા. જેથી કોંગ્રેસની હાલત કથળી ગઈ હતી.

READ ALSO

Related posts

વિધાનસભાની પેટાચૂંટણીમાં નીતિન પટેલને એ બેઠકની જવાબદારી સોંપાઈ છે જે નીતિનભાઈ માટે રમત વાત છે

Mayur

જેની નવરાત્રીમાં ખાસ જરૂર હોય છે તે જ હવે લોકો ન ખરીદતા વેપારીઓ ચિંતામાં

Mayur

RTOની લાંબી લાઈનોમાં ગયો લોકોનો રવિવાર, એટલી લાંબી લાઈનો કે લોકો પાછળ ઉભતા પણ બે વખત વિચારતા હતા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!