GSTV
Home » News » Bigg Bossના ઘરમાં પણ રહ્યો છે BJP નેતાઓનો દબદબો, 13મી સીઝનમાં આ સેલેબ્રીટીઝ મચાવશે તહેલકો

Bigg Bossના ઘરમાં પણ રહ્યો છે BJP નેતાઓનો દબદબો, 13મી સીઝનમાં આ સેલેબ્રીટીઝ મચાવશે તહેલકો

સલમાન ખાનનો શૉ બિગ બૉસ ટીવીનો સૌથી વિવાદિત રિયાલીટી શૉ છે. હવે બિગ બૉસ 13ની પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે. સાથે જ તે કન્ટેન્સ્ટન્ટની લિસ્ટ પણ સામે આવી ચુકી છે જે શૉનો હિસ્સો બની શકે છે. શૉમાં એવા કન્ટેસન્ટન્ટ લાવવામાં આવે છે જે શૉને ટીઆરપી અપાવી શકેચ. આ વખતે ભોજપુરી સ્ટાર રાની ચેટર્જીનો આ શૉ માટે અપ્રોચ કરવામાં આવ્યો છે.


અગાઉ અનેક ભોજપુરી સ્ટાર્સ પણ શૉનો હિસ્સો બની ચુક્યાં છે. તેમાં મોનાલીસા, બીજેપી નેતા અને ભોજપુરી સ્ટાર મનોજ તિવારી અને રવિ કિશન કન્ટેસ્ટન્ટ તરીકે નજરે આવ્યાં છે. મનોજ તિવારી અને રવિ કિશન રાજકારણમાં પણ રંગ જમાવી રહ્યાં છે. આ નેતા એક સમયે બિગ બૉસ હાઉસના સભ્યો હતા.

બિગ બોસ ૧૨ની નિષ્ળતાને જોતા મેકર્સે આ વખતે શામાં કોમનર્સને નહીં લેવાનો નિર્ણય કર્યો છે. આ વખતે માત્ર સેલેબ્સ જ શાનો પાર્ટ બની શકશે. ત્યારે સંભવિત કન્ટેસ્ટન્ટ્‌સના નામનું લિસ્ટ પણ લિક થઈ ગયુ છે. સુત્રો મુજબ આ વખતે ૨૩ સેલેબ્સ બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેશે. જેમાં ટીવી એક્ટ્રેસ ઝરીન ખાનથી લઈને પોર્ન સ્ટાર ડેની ડીનું નામ પણ સામેલ છે.

લીક થઇ કન્ટેસ્ટન્ટની લિસ્ટ


ઝરીન ખાન, દેબોલિના ભટ્ટાચાર્ય, મહિમા ચૌધરી (બોલિવૂડ એકટ્રેસ), ચંકી પાંડે, રાજપાલ યાદવ, સિદ્ધાર્થ શુકલા (બોલિવૂડ એકટ્રેર), વરીના હુસૈન (અફઘાની મોડલ), અંંકિતા લોખંડે, મેઘના મલિક, (ટીવી એક્ટ્રેસ), રાકેશ વશિષ્ઠ, દયાનંદ શેટ્ટી (ટીવી એકટર), માહિકા શર્મા (વિવાદીત એકટ્રેસ), ડેની ડી (પોર્ન સ્ટાર), જીત (બંગાળી સુપરસ્ટાર), ચિરાગ પાસવાન (એક્ટર, પોલિટિશ્યન), વિજેન્દ્ર સિંહ (બોક્સર, એક્ટર), રાહુલ ખંડેલવાલલ હિમાંશ કોહલી (મોડલ), મહાઅક્ષય ચક્રવર્તી (મિથુનનો દીકરો), ફૈજી બો (મેકઅપ આર્ટિસ્ટ), રીતૂ બેરી (ફેશન ડિઝાઈનર), સોનલ ચૌહાણ (સિંગર, મોડલ), ફાજિલપુરીયા રાહુલ (સિંગર)નો સમાવેશ થાય છે.

Read Also

Related posts

યસ બેન્કની સ્થાપના કરનાર રાણા કપુરના ડુબ્યા 7 હજાર કરોડ, 11 મહિનામાં 78 ટકા શેર તૂટ્યો

Path Shah

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!